Mehsana/ મહેસાણામાં 15 હજારની લાંચ લેતા નાયબ મામલદાર સહિત 3 ઝડપાયા

આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીના જમાઈ તથા કૌટુંબિક ભત્રીજો મહેસાણાના વસઈ પોલીસ સ્ટેશનમાં દાખલ ગુના સંદર્ભે વિજાપુર સબ જેલ ખાતે રખાયા હતા.

Gujarat Others
લાંચ

મહેસાણામાં જેલમાં રહેલા બે આરોપીને સબ જેલમાં ટ્રાન્સફર ન કરવા માટે લાંચ માંગનારા ત્રણ જણાને એસીબીના અધિકારીઓએ ઝડપી લીધા હતા. જેમાં વિજાપુર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર, મામલતદાર કચેરીના ફોજદારી ક્લાર્ક (જેલર) તથા પટાવાળાનો સમાવેશ થાય છે.

આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીના જમાઈ તથા કૌટુંબિક ભત્રીજો મહેસાણાના વસઈ પોલીસ સ્ટેશનમાં દાખલ ગુના સંદર્ભે વિજાપુર સબ જેલ ખાતે રખાયા હતા. જેમાં ફરિયાદીના જમાઈને હાર્ટની તકલીફ થતા તેમને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રખાયા હતા. બન્નેને લિજાપુર સબ જેલથા મહેસાણા સબ જેલમાં ટ્રાન્સફર કરવાના હતા.

બીજીતરફ ફરિયાદીએ આ અંગે વિજાપુર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જૈમિનકુમાર વી. મિસ્ત્રી તથા ફોજદારી ક્લાર્ક ભાવિન એમ.પરમારનો સંપર્ક કર્યો હતો. જેમાં તેમણે બન્ને આરોપીને સબ જેલમાં ટ્રાન્સફર નહી કરવા માટે ફરિયાદી પાસે રૂ.15,000 ની લાંચ માંગી હતી.

બીજીતરફ ફરિયાદીએ આ સંદર્ભે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના એધિકારીઓએ મહેસાણા હિંમતનગર હાઈવે સ્થિત વિજાપુર મામલતદાર કચેરીના મેઈન ગેટ પાસે જાળ બિછાવી હતી. જેમાં નાયબ મામલતદાર જૈમીન મિસ્ત્રી, ભાવિન પરમાર તથા મામલતદાર કચેરીનો પટાવાળો કલ્પેશ એ.મકવાણા રૂ.15,000 ની લાંચ લેતા ત્રણેય જણા ઝડપાઈ ગયા હતા.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Harni Boat Accident/હરણી મોટનાથ તળાવ દુર્ઘટનામાં એક પરિવારના 2 ભાઈ-બહેનના મૃત્યુ થયા

આ પણ વાંચો:Fire/જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી દુકાનમાં લાગી આગ