ભાદરવી પૂનમનો મહામેળો/ શક્તિપીઠ અંબાજીમાં આજથી આસ્થાના મહાકુંભનો પ્રારંભ, ચાચર ચોક જય જય અંબેના નાદથી ગંજી ઉઠ્યો

હજારોની સંખ્યામાં માઇ ભક્તો મહામેળામાં પગપાળા સંઘો લઈને પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના જયધોષ સાથે અંબાજીના માર્ગો થી પસાર થઈ રહ્યા છે.

Gujarat Others
Untitled 36 7 શક્તિપીઠ અંબાજીમાં આજથી આસ્થાના મહાકુંભનો પ્રારંભ, ચાચર ચોક જય જય અંબેના નાદથી ગંજી ઉઠ્યો

Banaskantha News : શક્તિપીઠ અંબાજી ખાતે 30 વર્ષથી પગપાળા સંઘ સતત માતાજીના ધામે, 19 ધજાઓ સાથે મા ના ચરણોમાં શીશ નમાવી માતાજીના મંદિરના શિખરે ધજાઓ ચઢાવશે, યાત્રાધામ અંબાજીમાં ભક્તિમય માહોલ. ભાદરવી પૂનમ મહામેળાની આજે શરૂઆત થઈ છે. ત્યારે મહામેળાની રોનક યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ જોવા મળી રહી છે. અંબાજીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યાત્રાળુઓ માટે અનેકો સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં માઇ ભક્તો મહામેળામાં પગપાળા સંઘો લઈને પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના જયધોષ સાથે અંબાજીના માર્ગો થી પસાર થઈ રહ્યા છે. ત્યારે ચારે બાજુ એક અનેરો ભક્તિમય માહોલ અંબાજી મા સર્જાઇ રહ્યો છે.

Untitled 36 8 શક્તિપીઠ અંબાજીમાં આજથી આસ્થાના મહાકુંભનો પ્રારંભ, ચાચર ચોક જય જય અંબેના નાદથી ગંજી ઉઠ્યો

આજે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા ભાદરવી પૂનમ મહામેળાની શરૂઆત કરાઈ હતી. ત્યારે અનેકો પગપાળા સંઘો યાત્રાધામ અંબાજી તરફ વધી રહ્યા છે. આજે અમદાવાદ થી દૂધવાલી પોલ નો સંઘ અંબાજી મંદિર પહોંચ્યો હતો. આ સંઘ 19 ધજાઓ સાથે લઈને માં અંબાના મંદિરે પહોંચી અનેરો ઉત્સાહ સાથે માં ની જય ઘોષ લગાવી રહ્યા છે. દૂધવાલી પોલ નો આ સંઘ 30 વર્ષથી સતત માં જગત જનની ના ધામે અંબાજી પહોંચે છે. ત્યારે આજે મેળા ના પ્રથમ દિવસે આ સંઘ માં અંબાનાં ધામ અંબાજી પહોંચ્યો હતો. માતાજીના ચરણોમાં શીશ નમાવી મા નો આશીર્વાદ મેળવ્યા બાદ 19 ધજાઓ સાથે પહોંચેલો આ સંઘ માં અંબા ના શિખરે ધજાઓ લહરાવશે.

Untitled 36 9 શક્તિપીઠ અંબાજીમાં આજથી આસ્થાના મહાકુંભનો પ્રારંભ, ચાચર ચોક જય જય અંબેના નાદથી ગંજી ઉઠ્યો

આસ્થાના આ મહાકુંભ પ્રારંભ થતાં જ મોટી સંખ્યામાં માઇભક્તો મા ના ધામે પહોંચ્યા છે અંબાજી મંદિરની રેલીગો માઇભક્તોથી ઉભરાઈ રહી છે ત્યારે અંબાજી મંદિરના ચાચર ચોકમાં પૂજારીઓ દ્વારા માતાજીને હવન કરવામાં આવી રહ્યો છે મેળો સુચારુ રૂપે સંચાલન થાય તેવી હવનમાં આહુતિ આપી માતાજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે. અંબાજી મંદિરનો ચાચર ચોક માઇભક્તોના જય જય અંબે નાદથી ગુંજી રહ્યું છે.

 આ પણ વાંચો:સુરતમાં વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી હોટલ અને ઘરમાં લઇ જઈ વિધર્મીનું આચર્યું દુષ્કર્મ

 આ પણ વાંચો:જુઓ આ રિયલ સિંઘમમાં ફોટોગ્રાફી હૂનર….

 આ પણ વાંચો:રાજકોટમાં કોણે કર્યું યૌન”શોષણ…

 આ પણ વાંચો:નર્મદા નદીના પૂરથી પાકને થયેલા નુકસાન મામલે સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર, જાણો કોને મળશે લાભ