Not Set/ આણંદ/ સરકાર તો ઠીક છે પણ સુપ્રીમ કોર્ટનાં આદેશની પણ ઐસી તૈસી, અહીં નિકળ્યું મહોરમનું જૂલુસ

આણંદમાં સરકાર તો ઠીક છે પણ સુપ્રીમ કોર્ટનાં આદેશની પણ ઐસી તૈસી કરતી ઘટના સામે આવી છે. જી હા, વાત વિદિત છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા થોડા દિવસો પૂર્વે એક PILનાં સંદર્ભમાં સ્પષ્ટ  રીતે પોતાનાં આદેશમા મોહરમના તહેવારનું જૂલુસ કાઢવા ન દઇ શકાય તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ ગુજરાતનું આણંદ શહેર કા તો ભારતમાં આવતુ નથી અને […]

Gujarat Others
7806d83cc296fddc6ac96485ef2bb08a 2 આણંદ/ સરકાર તો ઠીક છે પણ સુપ્રીમ કોર્ટનાં આદેશની પણ ઐસી તૈસી, અહીં નિકળ્યું મહોરમનું જૂલુસ

આણંદમાં સરકાર તો ઠીક છે પણ સુપ્રીમ કોર્ટનાં આદેશની પણ ઐસી તૈસી કરતી ઘટના સામે આવી છે. જી હા, વાત વિદિત છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા થોડા દિવસો પૂર્વે એક PILનાં સંદર્ભમાં સ્પષ્ટ  રીતે પોતાનાં આદેશમા મોહરમના તહેવારનું જૂલુસ કાઢવા ન દઇ શકાય તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ ગુજરાતનું આણંદ શહેર કા તો ભારતમાં આવતુ નથી અને કા તો તે સુપ્રીમ કોર્ટને પણ ગણકારતા નથી તેવુ પ્રતિત થઇ રહ્યું છે.

જી હા, સ્પષ્ટ પણે ના હોવા છતા આણંદમાં સરકાર તો ઠીક છે પણ સુપ્રીમ કોર્ટનાં આદેશની પણ ઐસી તૈસી કરી મોહરમના તહેવારને લઈ ખંભાતમાં જાહેરનામનો ભંગ કરવાની સાથે સાથે મુસ્લિમ સમાજનાં લોકોએ જૂલુસ કાઢયું હતું. મોટી સંખ્યામાં લોકોના જૂલુસમાં જોડાયા હતા અને જે વાતનો ડર હતો તે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ખંભાત એ આણંદ જિલ્લામાં કોરોના હોસ્ટપોટ છે અને તંત્રએ પણ થતુ હોય તેમ થવા દો ની નીતિ રાખી જૂલુસ સામે કોઇ પગલા નથી ભર્યા. કોરોનાનાં કાળમાં આવી હરકત અને પાછા તંત્ર દ્વારા પણ પગલાં ન ભરવામાં આવતા નાગરિકોમાં સંક્રમણનો ભય જોવામાં આવી રહ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews