Himmatnagar News : હિંમતનગરમાં લૂંટ અને હત્યાના બનાવને પગલે ખળભળાટ સાથે લોકોમાં ફપડાટ ફેલાયો છે. આ બનાવમાં જે લોકો ભોગ બન્યા છે તે નિવૃત પોલીસ કર્મચારી અને તેમની પત્ની હોવાથી સામાન્ય લોકોને પોતાની સલામતીનું શું તેવો પ્રશ્ન થઈ રહ્યો છે.
આ બનાવની વિગત મુજબ કેટલાક અજાણ્યા શખ્સોએ નિવૃત પોલીસ કર્મચારી અને તેમની પત્નીની હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ આ શખ્સો ઘરમાંથી અંદાજે 65 તોલા સોનું અને 35 લાખ રોકડાની સનસનાટીભરી લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.
ગઈ કાલે બનેલા લૂંટ વિથ મર્ડરના આ બનાવને પગલે આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થલે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં લૂંટ થઈ હોવાથી આ બનાવ લૂંટ વિથ મર્ડરનો હોવાનું પોલીસનું અનુમાન છે. જોકે બીજી કોઈ કારણસર આ બનાવ બન્યો છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.
પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવા સાથે આરોપીઓની શોધ ચલાવી રહી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા
આ પણ વાંચો: પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ
આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે