Lok Sabha Election 2024: ‘અનુપમા’થી લોકોના દિલમાં જગ્યા બનાવ્યા બાદ હવે ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી તેની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહી છે.જી હા, તેણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું. અભિનેત્રીએ વિનોદ તાવડે અને અનિલ બલુની સાથે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. જો કે, તેણીએ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે તે 2024ની લોકસભા ચૂંટણી લડશે કે નહીં.
રૂપાલી ગાંગુલીએ શું કહ્યું?
ભાજપમાં જોડાયા બાદ રૂપાલીએ મીડિયા સાથે વાત કરી અને આ દરમિયાન તેણે પોતાના નિર્ણય પાછળનું કારણ સમજાવ્યું. રૂપાલી ગાંગુલીએ કહ્યું, ‘મહાકાલ અને માતા રાણીના આશીર્વાદથી હું મારી કળા દ્વારા અનેક લોકોને મળતી રહું છું અને જ્યારે હું વિકાસનો આ ‘મહા યજ્ઞ’ જોઉં છું, ત્યારે મને લાગે છે કે હું પણ તેમાં કેમ ભાગ ન લઉં હું અહીં એટલા માટે આવી છું કે કોઈક રીતે હું મોદીજીના બતાવેલા માર્ગ પર ચાલી શકું અને કોઈક રીતે દેશની સેવામાં લાગુ… તો મને તમારા બધાના આશીર્વાદ અને સમર્થનની જરૂર છે જેથી હું જે કંઈ પણ કરું, તે સાચું કરું અને સારું કરી શકું…’
રૂપાલીએ વધુમાં કહ્યું કે, ‘અહીં આવીને હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ખૂબ પ્રભાવિત કરી છે. હું તેમની મોટી પ્રશંસક છું. ભાજપ ખૂબ સારું કામ કરી રહ્યું છે અને તેથી જ હું ભાજપમાં જોડાઈ છું. હું પાર્ટીની ખૂબ આભારી છું.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર
આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ
આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?
આ પણ વાંચો:ચૂંટણી પંચે બે તબક્કાના મતદાનના સચોટ આંકડા જાહેર કર્યા, મતદાનની ટકાવારી વધી