મે અને જુન મહિનામાં સ્કુલ કોલેજોમાં વેકેશન પડશે ત્યારે ઘણા બધા લોકો વેકેશન પર પ્રવાસ જવાનું આયોજન કરતા હોય છે, અને હોટલનું બુકીંગ અગાવથી કરાવી દેતા હોય છે. પરંતું ઘણી વખત મનોરંજન સાથે સાવચેતી રાખવી પણ જરૂરી બને છે. જેમ કે દુર શહેરમાં તમે તમારી પરિવાર સાથે જે જગ્યા પર રોકાવા ઇચ્છો છો તે સુરક્ષીત છે કે નઇ તે ચેક કરો. શું તમારા રૂમમાં હિડન કેમેરોતો નહી લાગેલા ને, એવામાં જરૂરી છે કે તમે ચેક કરી લો.આજે તમને એવી માહિતી આપવા જઇ રહ્યા છે જે તમારી સુરક્ષા માટે જરૂરી છે.
ઇન્સ્ટાગ્રામ પર મહિલાએ શેર કર્યો વીડિયો
ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાએ હોટલ રૂમમાં સ્પાઇ કેમેરા ચેક કરવા માટે એક વીડિયો શેર કર્યો છે. મહિલાએ સૌપ્રથમ હોટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો. જે તેમને સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવા માટે પરંવાગીં આપી. વીડિયોમાં મહિલાએ સ્પાઇ કેમેરા ચેક કરવા માટે ખાસ ટીપ્સ આપી છે.
સ્પાઇ કેમેરા ચેક કરવાની ટીપ્સ
વીડિયોમાં પહેલા મહિલાએ દરવાજાના બધા હોલ કાપડથી બંધ કરવાનું કહે છે. હોટલના રૂમનો દરવાજો હંમેશા બંધ રાખો. રૂમમાં રહેલા હિડન ઇલોકટ્રોનિક ગેજેટ શોધવા માટે અંધારામાં લેઝર લાઇટનો ઉપયોગ કરો. તેની સાથે એ પણ ચેક કરો કે ઇંટરકોમમાં કોઇ માઇક્રોફોન તો નહી લાગેલુ ને આના માટે ઇંટરકોમને પણ ચેક કરો. ટીવી, બાથરૂમ અને દપર્ણમાં લગેલા કેમેરાને ચેક કરવા માટે લેઝર લાઇટનો ઉપયોગ કરો. આ સાવચેતી હંમેશા માટે બધાએ રાખવી જોઇએ.
સ્પાઇ કેમેરા ચેક કરવાની ટીપ્સ જોવા માટે અહીં ક્લીક કરો
આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી
આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી
આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું