Not Set/ એશિયાના આ પાંચ દેશોમાં થયા વર્ષ ૨૦૧૭ના અડધાથી વધારે આતંકી હુમલા : અમેરિકા

 અમેરિકાના સુત્રોના જણાવ્યા પ્રમાણે  વર્ષ ૨૦૧૭માં દુનિયાના કુલ આતંકી હુમલામાંથી ૫૯ ટકા હુમલા ભારત અને પાકિસ્તાન સહિત એશિયાના ૫ દેશોમાં થયા છે. ગુરુવારે જાહેર કરેલા એક રીપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૭માં આતંકી હુમલાનો શિકાર સૌથી વધુ ભારત, પાકિસ્તાન, અફગાનિસ્તાન, ઈરાક અને ફિલીપીન્સમાં થયા છે . જો કે તમને જણાવી દઈએ કે ગયા […]

World Trending
tablet o TERRORISM facebook એશિયાના આ પાંચ દેશોમાં થયા વર્ષ ૨૦૧૭ના અડધાથી વધારે આતંકી હુમલા : અમેરિકા

 અમેરિકાના સુત્રોના જણાવ્યા પ્રમાણે  વર્ષ ૨૦૧૭માં દુનિયાના કુલ આતંકી હુમલામાંથી ૫૯ ટકા હુમલા ભારત અને પાકિસ્તાન સહિત એશિયાના ૫ દેશોમાં થયા છે.

ગુરુવારે જાહેર કરેલા એક રીપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૭માં આતંકી હુમલાનો શિકાર સૌથી વધુ ભારત, પાકિસ્તાન, અફગાનિસ્તાન, ઈરાક અને ફિલીપીન્સમાં થયા છે .

જો કે તમને જણાવી દઈએ કે ગયા વર્ષ કરતા આ વર્ષે આખી દુનિયામાં ૨૩ ટકા હુમલા ઓછા થઇ ગયા છે. આતંકી હુમલાને લીધે મરી જનાર લોકોની સંખ્યા પણ ૨૭ ટકા જેટલી ઘટી ગઈ છે.

ગુરુવારે અમેરિકાએ જણાવ્યું હતું કે ઈરાકમાં આતંકવાદી હુમલા અને તેના લીધે થતી આતંકવાદી ઘટનામાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે .

વધુમાં તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૭માં દુનીયમના ૧૦૦ દેશોમાં આતંકી હુમલા થયા છે. આ કુલ હુમલામાંથી ૫૯ ટકા હુમલા માત્ર ૫ દેશોમાં જ થયા છે જેમાં ભારત અને પાકિસ્તાન સહિત બીજા ત્રણ દેશોનો સમાવેશ થાય છે.

આતંકી હુમલામાં પાંચ દેશો અફગાનિસ્તાન, ઈરાક, નાઇજીરીયા , સોમાલિયા અને સીરિયામાં સૌથી વધારે ૭૦ ટકા લોકોના મોત થયા છે.