Not Set/ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’થી ત્રીજું લૂક ટીઝર રિલીઝ…

મુંબઈ આમીર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ લૂક પોસ્ટરના ટીઝર રિલીઝ કરવામાં આવી રહ્યા છે. પહેલા મહાનાયક અમિતાભ બચ્ચન અને પછી ફાતિમા સના શેખના લૂક ટીઝર બાદ વધુ એક પોસ્ટર ટીઝર લૂક લોન્ચ કરવામાં આવ્યું છે. આ લૂક જોન ફ્લાઈવનું છે. આમીર ખાને ટીઝર લૂક શેર કરતા લખ્યું આમીર. આ ત્રીજા પોસ્ટર ટીઝર એ અંદાજ […]

Trending Entertainment
unnamed file ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'થી ત્રીજું લૂક ટીઝર રિલીઝ...

મુંબઈ

આમીર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ લૂક પોસ્ટરના ટીઝર રિલીઝ કરવામાં આવી રહ્યા છે. પહેલા મહાનાયક અમિતાભ બચ્ચન અને પછી ફાતિમા સના શેખના લૂક ટીઝર બાદ વધુ એક પોસ્ટર ટીઝર લૂક લોન્ચ કરવામાં આવ્યું છે. આ લૂક જોન ફ્લાઈવનું છે. આમીર ખાને ટીઝર લૂક શેર કરતા લખ્યું આમીર.

આ ત્રીજા પોસ્ટર ટીઝર એ અંદાજ લગાવામાં આવી શકે છે કે આમીર અને અમિતાભની આ સ્ટોરી ઠગો અને અંગ્રેજોના સંઘર્ષ પર આધરિત હોય શકે છે. અથવા તો એવું પણ હોય શકે કે ફિલ્માં ઠગોના સ્વતંત્રતા સંગ્રામ સેનાનીના રૂપમાં બતાવવામાં આવે. જેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સામે જંગ લડે છે.

https://twitter.com/aamir_khan/status/1042649268228710400

અહીં જાણો શું છે ટીઝરમા..?

ટીઝરમાં જોન ફ્લાઈવના કેરેક્ટરના સાથે ઇસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજ ટુકડી નજરે પડી રહી છે. અંગ્રેજ ટુકડીને લીડ કરનાર ઓફિસર જોન છે. જે કુર્સી પર બેઠા છે. કંપનીના યુનિયન જૈકને પણ જોઈ શકાય છે. વેલ આ ટીઝર સાથે આમીર ખાનની ફિલ્મનું રાજ પણ સામે આવી રહ્યું છે. ભારતીય ઈતિહાસમાં ઠગોની ઓળખ ખુબ જ નકારાત્મક રહી છે.

આ ફિલ્મમાં પહેલીવાર અમીર ખાન અને અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યા છે. કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.