Not Set/ લો બોલો! ઓમિક્રોન બાદ હવે Stealth Omicron નો વધ્યો ખતરો, 40 દેશોમાં મળી આવ્યો

ઓમિક્રોનનાં કહેર બાદ હવે સ્ટીલ્થ ઓમિક્રોનથી લોકોમાં ભય વધી ગયો છે. ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ સ્ટેલ્થ ઓમિક્રોન (BA.2) મૂળ ઓમિક્રોન કરતા વધુ ચેપી હોવાનું કહેવાય છે.

Top Stories World
Stealth Omicron

ઓમિક્રોનનાં કહેર બાદ હવે સ્ટીલ્થ ઓમિક્રોનથી લોકોમાં ભય વધી ગયો છે. ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ સ્ટેલ્થ ઓમિક્રોન (BA.2) મૂળ ઓમિક્રોન કરતા વધુ ચેપી હોવાનું કહેવાય છે. અત્યાર સુધીમાં ભારત સહિત ડેનમાર્ક, યુકે, સ્વીડન અને સિંગાપોરમાં સ્ટીલ્થ ઓમિક્રોનનાં મોટાભાગંના સેમ્પલ મળી આવ્યા છે. આ તમામ વેરિઅન્ટ યુરોપિયન દેશોમાં ઝડપથી પગ ફેલાવી રહ્યા છે. તેના સૌથી પ્રસારિત સ્ટ્રેન્થ જોતા, એવી આશંકા છે કે તે કોવિડ-19 ની લહેરને વધુ મોટી બનાવી શકે છે.

આ પણ વાંચો – ઈમરાન ખાન બનશે ખતરનાક / PM પદ પરથી હટાવશો તો વધુ ખતરનાક, ઈમરાન ખાનની વિપક્ષને ખુલ્લી ધમકી

યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી દ્વારા સ્ટીલ્થ ઓમિક્રોનની ઓળખ કરવામાં આવી છે. UKHSA નાં આકસ્મિક નિર્દેશક ડૉ. મીરા ચંદે જણાવ્યું હતું કે, ‘વાયરસનો વિકાસ અને પરિવર્તિત થવું એ સ્વભાવ છે, તેથી આશા રાખી શકાય કે આવનારા સમયમાં આપણને ઘણા નવા વેરિઅન્ટ જોવા મળશે. જીનોમિક સર્વેલન્સ દ્વારા, અમે તેમને ઓળખી શકીએ છીએ અને મૂલ્યાંકન કરી શકીએ છીએ કે તેઓ ગંભીર છે કે નહીં. આ પેટા-વંશની ઓળખ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. યુકેમાં, સ્ટીલ્થ ઓમિક્રોન એટલે કે BA.2 સબ વેરિઅન્ટનાં 426 કેસ ઓળખવામાં આવ્યા છે. UKHSA એ જણાવ્યું હતું કે, વાઇરલ જિનોમમાં થયેલા ફેરફારો હજુ સુધી નિશ્ચિતતા સાથે કહી શકાય તેમ નથી, પરંતુ પ્રારંભિક મૂલ્યાંકન સૂચવે છે કે સ્ટીલ્થ ઓમિક્રોન (BA.2) મૂળ ઓમિક્રોન BA.1 ની સરખામણીમાં વૃદ્ધિ દર ધરાવે છે. UKHSA અનુસાર, સ્ટીલ્થ ઓમિક્રોન અત્યાર સુધીમાં 40 દેશોમાં મળી આવ્યું છે. તે ડેનમાર્કમાં સૌથી વધુ ફેલાય છે.

આ પણ વાંચો – Covid-19 / દેશમાં રવિવારની સરખામણીએ આજે કોરોનાનાં ઓછા કેસ નોંધાયા, પોઝિટિવિટી રેટમાં થયો વધારો

સ્ટેટન્સ સીરમ ઇન્સ્ટિટ્યૂટ (SSI) નાં સંશોધક એન્ડર્સ ફોમ્સગાર્ડે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, ‘સબવેરિયન્ટની ઝડપી ઉત્ક્રાંતિ હજુ સુધી સારી રીતે સમજાવવામાં આવી નથી. હું તેની વૃદ્ધિથી આશ્ચર્યચકિત છું પણ ચિંતિત નથી. એવું બની શકે છે કે તે વસ્તીમાં રોગપ્રતિકારક શક્તિ માટે વધુ પ્રતિરોધક છે, જેના કારણે તે લોકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, એવી પણ શક્યતા છે કે BA.1નો ચેપ લાગ્યા પછી તમે BA.2ની પકડમાં પણ આવી શકો. તેમણે કહ્યું, ‘આ એક સંભાવના છે અને આપણે તેના માટે તૈયાર રહેવું જોઈએ. આ સ્થિતિમાં આપણે આ રોગચાળાનાં બે શિખરો જોઈ શકીએ છીએ.