Porbandar/ ત્રણ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ 20 માછીમારો આજે પહોંચશે માદરે વતન

વાઘા-અટારી બોર્ડર પર પાકિસ્તાનના સુરક્ષાદળો મુક્ત કરાયેલા 20 માછીમારોની ભારતીય સુરક્ષા એજન્સીને સોંપણી કરશે.

Gujarat Others
પાકિસ્તાનની જેલમાં
  • પાકિસ્તાનની જેલમાંથી 20 માછીમારોનો છૂટકારો
  • માછીમારો અટારી-વાઘા બોર્ડરથી માદરે વતન પહોંચશે
  • મુક્ત થનારા 20 માછીમારોમાં મોટાભાગના ગુજરાતી
  • ત્રણ વર્ષથી પાકિસ્તાનની જેલમાં માછીમારો હતા કેદ      
  • પાકિસ્તાન મરીન્સ દ્વારા માછીમારોનું કરાયું હતું અપહરણ

પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાત સહીતના 20 માછીમારો રવિવારે સાંજે મુક્ત કરવામાં આવ્યા છે. આજે સાંજ સુધીમાં આ તમામ માછીમારો વાઘા બોર્ડર પહોંચશે. વાઘા-અટારી બોર્ડર પર પાકિસ્તાનના સુરક્ષાદળો મુક્ત કરાયેલા 20 માછીમારોની ભારતીય સુરક્ષા એજન્સીને સોંપણી કરશે. પાકિસ્તાન મરીન્સ દ્વારા કિડનેપ કરાયેલા આ માછીમારો બેથી ત્રણ વર્ષ સુધી પાકિસ્તાનના કરાચીની જેલમાં બંધ હતા. માછીમારોની વતન વાપસીને કારણે તેમના પરિવારોમાં ખુશીની લહેર છવાય ગઈ છે.

આ પણ વાંચો :રાજકોટમાં લગ્નના દાંડિયારાસમાં વારરાજાનું માતાનું મોત, મંગળ ઘડી ફેરવાઇ અમંગળમાં

પાકિસ્તાની મરીન દ્વારા માછીમારોનું અપહરણ કરાયા બાદ કોઈ બે વર્ષથી તો કોઈ ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતા. તમામના પરિવારજનો પોતાના પરિજન પાકિસ્તાનની જેલમાંથી પરત આવે તેની રાહ જોઈ રહ્યા હતા. બીજી તરફ જેલમાં બંધ માછીમારો પણ પરિવારના વિરહથી દુ:ખી હતા. હવે આ માછીમારો વતન પરત આવવાના છે, ત્યારે માછીમારોના પરિવારોમાં ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

માછીમારો લાંબો સમય જેલમાં રહ્યા બાદ માદરે વતન પરત ફરવાના છે, ત્યારે માછીમાર પરિવારો પોતાના સ્વજનના આવવાની તૈયારીઓ કરી રહ્યા છે સાથે જ પાકિસ્તાનની જેલમાં બંધ પોતાના અન્ય સાથીઓને પણ વહેલી તકે મુક્ત કરાવવાની માગ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :  રાજકોટમાં બ્રિજના પિલરનો સપોર્ટનો ભાગ તૂટ્યો, 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત

આ પણ વાંચો :લગ્ન પ્રસંગમાં લોકો ભૂલ્યા ભાન, સો.ડિસ્ટન્સ અને માસ્ક સહિતનાં નિયમોનો કર્યો ભંગ

આ પણ વાંચો :જુહાપુરામાં કાતીલ હસીનાની પતિને ધમકી, આજે કાગળો સળગાવ્યા છે, હવે તને પણ…

આ પણ વાંચો :કેનેડામાં મૃત્યુ પામેલા લોકો અંગે પૂર્વ ડે.CMનું નિવેદન, કહ્યું- અહીં તકો મળતી નથી એટલે…