Bennu Asteroid Sample/ નાસાનું કેપ્સ્યુલ પૃથ્વી પર પરત ફર્યું,હવે સૌરમંડળના અનેક રહસ્યો ખુલશે

અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું એક કેપ્સ્યુલ એસ્ટરોઇડ બેન્નુમાંથી એકત્રિત નમૂનાઓ સાથે રવિવારે  પૃથ્વી પર પરત ફર્યું.

Top Stories World
7 નાસાનું કેપ્સ્યુલ પૃથ્વી પર પરત ફર્યું,હવે સૌરમંડળના અનેક રહસ્યો ખુલશે

અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું એક કેપ્સ્યુલ એસ્ટરોઇડ બેન્નુમાંથી એકત્રિત નમૂનાઓ સાથે રવિવારે  પૃથ્વી પર પરત ફર્યું. આ કેપ્સ્યુલ એસ્ટરોઇડનો નમૂનો લઈને અવકાશમાંથી સાત વર્ષ પછી અમેરિકાના ઉટાહ રણમાં ઉતરી હતી.આ નમૂના 4.5 અબજ વર્ષ પહેલા સૂર્ય, સૌરમંડળ અને ગ્રહોની રચના કેવી રીતે થઈ તેની માહિતી આપશે. તે સજીવોની ઉત્પત્તિ વિશે પણ માહિતી પ્રદાન કરવાની અપેક્ષા છે જેના કારણે પૃથ્વી પર જીવન શક્ય બન્યું. નાસા અનુસાર, તે ભવિષ્યમાં પૃથ્વીને અસર કરી શકે તેવા એસ્ટરોઇડ્સ વિશે પણ માહિતી આપી શકે છે.

OSIRIS-REx નામનું આ મિશન 8 સપ્ટેમ્બર 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની ખાસ વાત એ છે કે આ મિશનના અવકાશયાન પૃથ્વી પર ઉતર્યા વિના જ અહીંના સેમ્પલ લઈ ગયા છે. ઓસિરિસ-રેક્સ અવકાશયાન પૃથ્વીથી લગભગ એક લાખ કિમી (63,000 માઇલ) દૂરથી આ સેમ્પલ કેપ્સ્યુલ છોડ્યું હતું. લગભગ ચાર કલાક પછી (ભારતીય સમય મુજબ રાત્રે 8:23 વાગ્યે) તે જમીન પર ઉતર્યું.

અગાઉ ઓસિરિસ-રેક્સ અને લશ્કરી પુનઃપ્રાપ્તિ ટીમ કેપ્સ્યુલ માટે ઉટાહના રણમાં હાજર હતી. એસ્ટરોઇડ બેનુના નમૂનાઓ હવે ઉટાહ રણની શ્રેણીમાં અસ્થાયી સ્વચ્છ પ્રયોગશાળામાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ સોમવારે સીલબંધ કન્ટેનરમાં હ્યુસ્ટન મોકલવામાં આવશે. નાસાના ચીફ ક્યુરેટર નિકોલ લુનિંગે કહ્યું કે આનાથી માહિતી મેળવવામાં થોડા અઠવાડિયા લાગશે. નાસા ઓક્ટોબરમાં તેની માહિતી સાર્વજનિક કરવાની યોજના બનાવી રહ્યું છે.