ind vs aus odi series/ ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી વનડેમાં 99 રનથી હરાવીને શ્રેણી પણ જીતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચમાં. ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો હતો

Top Stories Sports
6 2 13 ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી વનડેમાં 99 રનથી હરાવીને શ્રેણી પણ જીતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો સુધારેલ લક્ષ્ય મળ્યો છે. ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ દરમિયાન વરસાદના કારણે એક કલાકથી વધુ સમય માટે રમત રોકી દેવામાં આવી હતી. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં આ ભારતનો સૌથી મોટો સ્કોર છે.ઓસ્ટ્રેલિયાની ટીમ 28.2 ઓવરમા 217 રન કરી ઓલઆઉટ થઇ ગઈ હતી.

ભારત માટે શુભમન ગિલ (97 બોલમાં 104, છ ચોગ્ગા, ચાર છગ્ગા) અને શ્રેયસ અય્યર (90 બોલમાં 105, 11 ચોગ્ગા, 3 છગ્ગા)એ સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ 72 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 37 બોલની ઈનિંગમાં 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. કાર્યકારી કેપ્ટન કેએલ રાહુલ (38 બોલમાં 52, ત્રણ ચોગ્ગા, ત્રણ છગ્ગા)એ અડધી સદી ફટકારી હતી.