Gujarat News : ગુજરાતના રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરશોતમ રૂપાલાના ક્ષત્રિયો વિરૃધ્ધના વિવાદિત નિવેદનને પગલે રાજ્યમાં રાજૂત સમાજનો સતત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.
ત્ક્ષત્રિયોના આ આંદોલનને પગલે અચાનક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બૂજ પહોંચ્યા હતા. તે સિવાય ભાજપના જનરલ સેક્રેટરી રત્નાકર પણ કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા.
દરમિયાન ભૂજની એક જાણીતી હોટેલમાં બંધ બારણે બેઠકો દોર શરૂ થયો હતો.
હર્ષ સંઘવી તથ ભાજપના અન્ય અગ્રણી નેતાઓએ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરીને આ ઉકેલનો નિવેડો લાવવાનો પ્રયાસ કર્યો હતો.
બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં લોકસભાના ઉમેદવાર તથા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર
આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ
આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો:ભાજપ કોંગ્રેસના 13થી 14 ઉમેદવારોના નામાંકન રદ કરવાનો પ્રયાસ કરશેઃ ગોહિલ