Not Set/ મોદીજી, મારા પુત્રના લગ્ન ‘ગુજરાતી’ છોકરી સાથે થયા છે

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં આપેલાં પોતાના ભાષણમાં કોંગ્રેસીઓને ગુજરાત વિરોધી ગણાવ્યા પછી હવે કોંગ્રેસી નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે.કોંગ્રેસના નેતા શશી થરૂરે જણાવ્યું છે કે અમને ગુજરાત માટે ખાસ પ્રેમ છે. શશી થરૂરે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીજી,હમણાં જ મારા પુત્રના લગ્ન ગુજરાતી સાથે થયા છે.અમને તમારા રાજ્ય અને તેના લોકો […]

Top Stories
shashi tharoor મોદીજી, મારા પુત્રના લગ્ન 'ગુજરાતી' છોકરી સાથે થયા છે

અમદાવાદ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં આપેલાં પોતાના ભાષણમાં કોંગ્રેસીઓને ગુજરાત વિરોધી ગણાવ્યા પછી હવે કોંગ્રેસી નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે.કોંગ્રેસના નેતા શશી થરૂરે જણાવ્યું છે કે અમને ગુજરાત માટે ખાસ પ્રેમ છે.

શશી થરૂરે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીજી,હમણાં જ મારા પુત્રના લગ્ન ગુજરાતી સાથે થયા છે.અમને તમારા રાજ્ય અને તેના લોકો માટે પ્રેમ છે.

શશી થરૂરનો પુત્ર ઇશાન વોશિંગ્ટન પોસ્ટમાં વિદેશી બાબતોના લેખક છે અને હમણાં જ તેમના લગ્ન પત્રકાર ભુમિકા દવે સાથે થયા છે.ભુમિકા મુળ ગુજરાતી છે અને અમેરિકામાં સ્થાયી થઇ છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ગાંધીનગરમાં ભાજપના પેઇજ પ્રમુખોને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓને ગુજરાત માટે દ્વેષ છે અને અનેક ગુજરાતી નેતાઓની કોંગ્રેસે હાલત ખરાબ કરી હતી.