Not Set/ Mantavya Morning bell/ 23/10/2019 સવારના મુખ્ય સમાચાર

વડાપ્રધાન મોદી આવશે ગુજરાત, નુતન વર્ષે કરશે ગુજરાતનો પ્રવાસ, 31મી ઓકટોબરે આવશે ગુજરાત,સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત, પ્રતિમાના લોકાર્પણને એક વર્ષ થવાની ઉજવણી, વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી આપશે હાજરી કમલેશ તિવારી હત્યાકાંડમાં ગુજરાત ATSએ વધુ બે આરોપીઓની કરી ધરપકડ, શામળાજી બોર્ડર પાસેથી કરી ધરપકડ, પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં હતા. અમરેલીના રાજુલા પાસે બાઈક સામ સામે […]

Top Stories
moring bell 1 Mantavya Morning bell/ 23/10/2019 સવારના મુખ્ય સમાચાર

વડાપ્રધાન મોદી આવશે ગુજરાત, નુતન વર્ષે કરશે ગુજરાતનો પ્રવાસ, 31મી ઓકટોબરે આવશે ગુજરાત,સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત, પ્રતિમાના લોકાર્પણને એક વર્ષ થવાની ઉજવણી, વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી આપશે હાજરી

કમલેશ તિવારી હત્યાકાંડમાં ગુજરાત ATSએ વધુ બે આરોપીઓની કરી ધરપકડ, શામળાજી બોર્ડર પાસેથી કરી ધરપકડ, પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં હતા.

અમરેલીના રાજુલા પાસે બાઈક સામ સામે અથડાતા સર્જાયો અકસ્માત, અકસ્માતમાં બેના મોત બે ગંભીર, ઘાયલોને સારવાર અર્થે ભાવનગર ખસેડાયા

સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠું, વરસાદથી ખેતરમાં મગફળીના પાથરા પલળ્યા, ખેડૂતોની બગડી દિવાળી

મર્જરનાં વિરોધમાં બેંક કર્મચારીઓએ પાડેલી હડતાળથી કરોડોના ટ્રાન્ઝેક્શન ઠપ્પ…દિવાળી પહેલા બેંક બંધ રહેતા વેપારીઓના કામ પણ અટક્યા, બેંક હડતાળથી કરોડોના વ્યવહારને અસર

જામનગરમાં ડેન્ગ્યૂથી 6 વર્ષની બાળકીનું મોત, ધ્રોલમાં યુવાનનું મોત, વધુ 91 પોઝિટિવ કેસ નોંધાયા, 200 દર્દી સારવાર હેઠળ, ડેન્ગ્યૂથી વધુ 2નાં મોત

દિવાળીને ચાર દિવસ બાકી છતાં બજારમાં મંદીનો માહોલ, ફટાકડા, ચોપડા, કપડાં બજારમાં નહીંવત વેપાર, છેલ્લે ઘરાકી જામે તેવી શક્યતા, દિવાળી પહેલા મંદીનો માહોલ

આજે નહીં મળે રાજ્ય કેબિનેટની બેઠક, મુખ્યમંત્રી વિદેશ પ્રવાસે હોવાથી નહીં મળે બેઠક, આવતીકાલે મળશે રાજ્ય કેબિનેટની બેઠક,આજે નહીં મળે કેબિનેટ

રાજ્યની શાળાઓમાં પડશે દિવાળી વેકેશન, આગામી 24મી ઓકટોબરથી 13 નવેમ્બર સુધી વેકેશન, 14 નવેમ્બરથી રાબેતામુજબ ખુલશે શાળા, 24 ઓકટો.થી દિવાળી વેકેશન

અમદાવાદ:ગીતા રબારી ડેન્ગ્યુની ઝપેટમાં, વિખ્યાત લોકગાયિકાને ડેન્ગ્યુની અસર, 2 દિવસના તાવ બાદ રિપોર્ટ પોઝીટિવ, રિપોર્ટ પોઝીટિવ આવતાં સારવાર હેઠળ, 2 દિવસના તાવ બાદ રિપોર્ટ પોઝીટિવ 

મોરબી:માર્ગ અકસ્માતમાં ખેડૂતનું મોત 

હળવદના કેદારીયા ગામ પાસે અકસ્માત, હાઇવે પર ટ્રેક્ટરને પાછળથી ટ્રકે મારી ટક્કર, અકસ્માતમાં અન્ય 3 લોકો, થયાં ઇજાગ્રસ્ત, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ઇન્ફોસિસ પર મોટા ગોટાળાનો આરોપ, 6 વર્ષમાં પહેલી વાર શેરોમાં મોટો કડાકો, દેશની બીજી સૌથી મોટી કંપની ઇન્ફોસિસ, ઇન્ફોસિસનાં શેરોમાં 17 ટકાનો ઘટાડો, પૂર્વ CEO વિશાલ સિક્કાનાં વિવાદ બાદ બબાલ

રોગચાળાનાં ભરડામાં સપડાયું રાજકોટ, કોર્પોરેટર વિજય વાંકને તાવની અસર, કોર્પોરેટરની પત્નીને ડેન્ગ્યુની આશંકા, ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ, રાજકોટમાં પણ ડેન્ગ્યુ-તાવનાં વધ્યાં કેસ, ગઇકાલે ડેન્ગ્યુનાં નોંધાયા 24 કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.