કેરળ/ લો બોલો!! WhatsApp પર પત્નીઓની અદલા-બદલીનો ચાલી રહ્યો હતો ખેલ, પોલીસે રેકેટનો કર્યો પર્દાફાશ

કેરળ પોલીસે પત્નીઓ અને ભાગીદારોની અદલાબદલી કરીને શારીરિક સંબંધ બાંધવાના કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડ એક મહિલાની ફરિયાદ બાદ કરવામાં આવી છે.

Top Stories Ajab Gajab News
પત્નીઓની અદલા બદલી

કેરળ પોલીસે પત્નીઓ અને ભાગીદારોની અદલાબદલી કરીને શારીરિક સંબંધ બાંધવાના કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડ એક મહિલાની ફરિયાદ બાદ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, તેમને આ કામમાં લગભગ 1000 યુગલો સામેલ હોવાની શંકા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. આ ધરપકડ રાજ્યનાં કોટ્ટાયમ જિલ્લામાં થઈ છે.

પત્નીઓની અદલા બદલી

આ પણ વાંચો – કોરોના વાયરસ / કાશીના કોતવાલ “બાબા કાલ ભૈરવ”એ પહેલીવાર પહેર્યો પોલીસનો યુનિફોર્મ , મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી ભીડ

આપને જણાવી દઇએ કે, કેરળ પોલીસે રાજ્યમાં પત્નીઓની અદલાબદલી માટે ચલાવવામાં આવતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માટે વોટ્સએપ અને મેસેન્જર પર ગ્રુપ બનાવવામાં આવ્યા હતા, જેમાં લગભગ એક હજાર હાઈપ્રોફાઈલ લોકો સામેલ હતા. પતિ પત્ની એક્સચેન્જ રેકેટમાં સંડોવાયેલા 7 લોકોની પોલીસે કોટ્ટાયમથી ધરપકડ કરી છે. વળી, 25 થી વધુ લોકો પોલીસની દેખરેખ હેઠળ છે. જણાવી દઇએ કે, ધરપકડ ત્યારે થઈ જ્યારે એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તે તેના પર અન્ય પુરુષો સાથે સેક્સ કરવા માટે દબાણ કરી રહ્યો હતો. અગાઉ કાયમકુલમમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. આ મામલામાંચાંગનચેરીનાં ડેપ્યુટી એસપી આર શ્રીકુમારે જણાવ્યું કે, ‘પહેલા આરોપીઓ ટેલિગ્રામ અને મેસેન્જર ગ્રુપમાં જોડાતા હતા, પછી તેઓ એકબીજાને મળતા હતા. અમે ફરિયાદીનાં પતિની ધરપકડ કરી છે. આની પાછળ એક મોટું રેકેટ છે અને અમે આ કેસમાં બાકીનાં આરોપીઓને શોધી રહ્યા છીએ. ધરપકડ કરાયેલા લોકો કેરળનાં અલપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમનાં રહેવાસી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે રાજ્યનાં ઘણા હાઈપ્રોફાઈલ લોકો આ રેકેટનો ભાગ છે. અત્યાર સુધીમાં સાત લોકો ઝડપાયા છે, જ્યારે પોલીસ 25થી વધુ લોકો પર નજર રાખી રહી છે. આગામી દિવસોમાં વધુ ધરપકડ થઈ શકે છે. આ રેકેટનાં વોટ્સએપ ગ્રુપ અને મેસેન્જર ગ્રુપમાં 1000થી વધુ સભ્યો હોવાનો અંદાજ છે.

પત્નીઓની અદલા બદલી

આ પણ વાંચો – વારાણસી / કાશી વિશ્વનાથ ધામમાં કામ કરતા કર્મચારીઓ અને સેવાકર્મીઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી ખાસ ભેટ મોકલી,. જાણો શું છે તે ભેટ?

રિપોર્ટ અનુસાર, કોટ્ટાયમની એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ તેને અન્ય પુરુષ સાથે સેક્સ કરવા દબાણ કરી રહ્યો હતો. મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેના પતિ અને મિત્રોની ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ બાદ પોલીસને ‘એક્સચેન્જ રેકેટ’ વિશે માહિતી મળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, કેરળ હસબન્ડ વાઈફ એક્સચેન્જ રેકેટમાં એક હજારથી વધુ લોકો સામેલ છે, જેમાં શારીરિક સંબંધો માટે લોકો મોટા પાયે પોતાની પત્નીઓની આપ-લે કરી રહ્યા છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, આ સમગ્ર રેકેટ ટેલિગ્રામ અને અન્ય ઓનલાઈન મેસેન્જર એપ્લિકેશન દ્વારા ચાલે છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.