ગુજરાતનું ગૌરવ/ રાજકોટનું ગૌરવ હિરવા ત્રિવેદી જોવા મળી અજય દેવગન સાથે ફિલ્મ“ભોલા”માં

બોલીવુડ ફિલ્મ સ્ટાર અજય દેવગનના આજે જ રિલીઝ થયેલ નવા ફિલ્મમાં રાજકોટની દિકરી હિરવા ત્રિવેદી જોવા મળી અજય દેવગનની દિકરીના રોલમાં..

Gujarat Rajkot Entertainment
Untitled 112 રાજકોટનું ગૌરવ હિરવા ત્રિવેદી જોવા મળી અજય દેવગન સાથે ફિલ્મ“ભોલા”માં

@Dhruv Kundel

અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’ 30મી માર્ચે રિલીઝ થઇ ગઇ છે.આ ફિલ્મમાં અજય દેવગન સાથે જોવા મળેલી નવ વર્ષની ટેણી હાલમાં લાઈમલાઈટમાં છે. હિરવા ફિલ્મ ‘ભોલા’માં અજય દેવગણની દીકરી જ્યોતિનું પાત્ર ભજવી રહી છે. આટલી નાની વયે મનોરંજન જગતમાં પ્રવેશ કઈ રીતે મળ્યો તેની વાર્તા પણ રસપ્રદ છે.આ નવ વર્ષની દીકરી મૂળ ગુજરાતના રાજકોટના રહેવાસી હિરવા ત્રિવેદી છે. આ ફિલ્મમાં હિરવા ત્રિવેદી પણ મહત્વની ભૂમિકામાં છે. જોકે આ પહેલા હિરવા ઘણી જાણીતી ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકી છે. ભોલા હિરવાની પહેલી બોલિવૂડ ફિલ્મ છે અને આ પહેલા હિરવા ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકી છે. હિરવાએ ધડકને ધડકને દો, ગમ હૈ કિસી કે પ્યાર મેં શુભ લાભ, કાશીબાઈ, બાજીરાવ બલાલ જેવી પ્રખ્યાત સિરિયલોમાં કામ કર્યું છે. હવે તેને ભોલા જેવી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો.

હિરવાએ કહ્યું કે જ્યારથી તેને ખબર પડી કે તેને ભોલા ફિલ્મ માટે ફાઇનલ કરવામાં આવી છે ત્યારથી તે ખૂબ જ ઉત્સાહિત છે. જ્યારે તે અજય દેવગનને પહેલીવાર મળી ત્યારે તે ખૂબ જ નર્વસ હતી, પરંતુ અજય દેવગનને મળ્યા પછી તેને લાગ્યું કે તે કોઇ સેલિબ્રિટી નહીં પણ એક સામાન્ય વ્યક્તિ સાથે મળી છે. ભોલામાં અજય સર સાથે કામ કરવાની ખૂબ મજા આવી અને મને ઘણું શીખવા મળ્યું. ભોલા ફિલ્મમાં હિરવા જ્યોતિ નામની છોકરીનું પાત્ર ભજવી રહી છે.અભિનયની સાથે સાથે હિરવા પોતાનો અભ્યાસ બગડવા દેતી નથી. જ્યારે પણ તેને શૂટિંગમાંથી સમય મળે છે ત્યારે તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે. અભિનયની સાથે હિરવાને ગાયન અને લેખનનો પણ શોખ છે.

ભોલા ફિલ્મ હિરવાની પહેલી બોલીવુડ ફિલ્મ છે.આ પહેલા હિરવા અનેક જાણીતી ટીવી સિરીયલમાં કામ કરી ચૂકી છે. હિરવા દિલ જેસે ધડકે ધડકને દો,ગુમ હૈ કિસી કે પ્યાર મે,શુભ લાભ,કાશીબાઈ બાજીરાવ બલાલ જેવી જાણીતી સીરીયલ્સમાં કામ કરી ચૂકી છે. ત્યારબાદ તેને ભોલા જેવી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો છે. આ માટે તેણીએ નાની ઉંમરે ખૂબ જ હાર્ડવર્ક પણ કર્યું છે.

5000 જેટલા ઓડિશન વચ્ચે એક માત્ર આપણા ગુજરાતની દીકરી હિરવા એ પસંદગી મેળવી એવો કમાલ કર્યો કે ખુદ અજય દેવગને હિરવાને વન ટેક ગર્લ નું બિરુદ આપી દીધું. ફિલ્મના શૂટિંગ દરમિયાન એક સમય એવો પણ આવ્યો કે ઈમોશનલ સીન કરતા સમયે હિરવાએ ગ્લિસરીન ઉપયોગ કરવા માટે મનાઈ કરી હતી અને સાચા આંસુથી રડી એક્ટિંગ કરતા જોઈ ખુદ અજય દેવગણને પણ આંખમાંથી આંસુ આવી ગયા હતા.

હિરવાની ફેવરિટ હિરોઇન આલિયા ભટ્ટ છે અને તેનો ફેવરિટ હીરો અક્ષય કુમાર છે. હિરવાનું સપનું અક્ષય કુમાર સાથે પણ ફ઼િલ્મ કરવાનું છે. હિરવાએ કહ્યું કે તે જલ્દી જ આલિયાને મળશે. ભવિષ્યમાં તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરવા માંગે છે અને તેના માટે સખત મહેનત કરતી રહેશે.

આ પણ વાંચો:સલમાન ખાન માટે વધુ એક મુશ્કેલી? પત્રકાર સાથે મારપીટ કેસમાં આ તારીખે આવશે નિર્ણય

આ પણ વાંચો:અભિનેત્રી નીલુ કોહલીના પતિનું નિધન, બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળ્યા હતા હરમિન્દર સિંહ

આ પણ વાંચો:અભિનેત્રી પૂજા ભટ્ટને થયો કોરોના, લોકોને માસ્ક પહેરવાની કરી અપીલ

આ પણ વાંચો:ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકારનું 67 વર્ષે નિધન, અનેક સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:અજય દેવગનના કારણે ‘નાટુ નાટુ’ને મળ્યો ઓસ્કાર, ‘ભોલા’ અભિનેતાએ કહ્યું- જો હું એ ગીતમાં…’