police action/ પરપ્રાંતીય મજૂરોના મોબાઇલ ચોરનારા બે ચોરની ધરપકડ

પરપ્રાંતીય મજૂરોના મોબાઇલની ચોરી કરનારા બે ચોરોની પોલીસે ધરપકડ કરી છે. થોરાળાની પોલીસે બાતમીના આધારે અમુલ સર્કલ પાસેથી બંને ગુનેગારોને પકડીને 4.80 લાખ રૂપિયાની કિંમતના 59 મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2024 02 13T131431.749 1 પરપ્રાંતીય મજૂરોના મોબાઇલ ચોરનારા બે ચોરની ધરપકડ

રાજકોટઃ પરપ્રાંતીય મજૂરોના મોબાઇલની ચોરી (Mobile Theft) કરનારા બે ચોરોની પોલીસે ધરપકડ કરી છે. થોરાળાની પોલીસે (Thorala Police) બાતમીના આધારે અમુલ સર્કલ પાસેથી બંને ગુનેગારોને પકડીને 4.80 લાખ રૂપિયાની કિંમતના 59 મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. શહેરના થોરાળાના ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં મજૂરીકામ કરતાં પરપ્રાંતીય મજૂરોના મોબાઇલની આ ચોરો ચીલઝડપ કરયા હતા.

થોરાળા પોલીસે આ બંને ગુનેગારો અંગે મળેલી બાતમીના આધારે 19 વર્ષના શાહનવાઝ ઉર્ફે નવાઝ અનવરભાઈ પરિયા, 20 વર્ષના અમન ઉર્ફે બાટલી જાવીદભાઈ કેયડાને મોબાઇલ સાથે પકડી લીધા હતા. પોલીસે બંને ચોરોની આકરી પૂછપરછ કરતા તેઓએ વટાણા વેરી દીધા હતા. બંનેએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી 59 મોબાઇલ ફોનની ચીલઝડપ કરી હતી. તેમની ચોરીની મોડસ ઓપરેન્ડી એ હતી કે તેઓ મુખ્યત્વે ચોરી માટે પરપ્રાંતીય મજૂરોને જ નિશાન બનાવતા હતા.

તેઓ ચોરેલા ફોન પછી વેચી નાખતા હતા. તેઓ ચોરી માટે બાઇકના નંબર પ્લેટ પર કાળા કલરની સેલોટેપ લગાડી ગુરુવાર, રવિવાર અને મંગળવારના દિવસે નીકળતા હતા. આ અંગે બંનેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટના હવાલે કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

પોલીસ ટીમની આ પ્રશંસનીય કામગીરી પી.આઇ. બી.એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.ટી. જીંજાળા, હેડ કોન્‍સ.જયદિપસિંહ જાડેજા, સંજયભાઇ હેરમા, ભરતભાઇ ડાભી, કિશોરભાઇ પરમાર, હસમુખભાઇ નીનામા, કોન્‍સ.દિવ્‍યરાજસિંહ જાડેજા, રાકેશભાઇ બાલાસરા, હરપાલસિંહ વાઘેલા, યોગેશભાઇ વાઘેલા, અક્ષીતભાઇ વ્‍યાસ,  અજીતભાઇ ચોૈહાણ અને રાહુલભાઇ દ્વારા કરવામાં આવી હતી.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ