Not Set/ સિન્ડીકેટની મરજી વગર પશ્ચિમ બંગાળમાં કઈ પણ કરવું છે મુશ્કેલ : પીએમ મોદી

મિદનાપુર, ઉત્તરપ્રદેશની બે દિવસીય મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વોત્તરના રાજ્ય પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ સોમવારે પશ્ચિમ બંગાળના મિદનાપુર શહેરની એક રેલીને સંબોધિત કરી હતી. મદિનાપુરની જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધિઓને ગણાવી હતી અને સાથે સાથે રાજ્યની મમતા બેનર્જી સરકાર અને વિપક્ષ પર હુમલો બોલ્યો હતો. બીજી બાજુ પીએમ મોદીની […]

Top Stories India Trending
pm modi 3 સિન્ડીકેટની મરજી વગર પશ્ચિમ બંગાળમાં કઈ પણ કરવું છે મુશ્કેલ : પીએમ મોદી

મિદનાપુર,

ઉત્તરપ્રદેશની બે દિવસીય મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વોત્તરના રાજ્ય પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ સોમવારે પશ્ચિમ બંગાળના મિદનાપુર શહેરની એક રેલીને સંબોધિત કરી હતી.

મદિનાપુરની જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધિઓને ગણાવી હતી અને સાથે સાથે રાજ્યની મમતા બેનર્જી સરકાર અને વિપક્ષ પર હુમલો બોલ્યો હતો. બીજી બાજુ પીએમ મોદીની આ પશ્ચિમ બંગાળની મુલાકાતને આગામી ૨૦૧૯ની લોકસભા ચુંટણી પહેલા એક મિશનના સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે.

મદિનાપુર ખાતે આયોજિત જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું :

સિન્ડીકેટની મરજી વગર પશ્ચિમ બંગાળમાં કઈ કરવું મુશ્કેલીભર્યું જણાઈ રહ્યું છે.

આ સિન્ડીકેટ છે જે જબરદસ્તીથી વસૂલી, ખેડૂતો પાસેથી પોતાના લાભ છીનવી લેવા, પ[પોતાના વિરોધીઓને હત્યા કરવી અને ગરીબો પર આત્યાચારો થાય છે.

ખેડૂતોને લાભ નહિ, ગરીબનો વિકાસ નહિ, યુવાનોને કોઈ નવા અવસર નહિ, હવે આ જ પશ્ચિમ બંગાળની નવી ઓળખ બની ગઈ છે.

દાયકાઓથી વામપંથીઓના શાસનને પશ્ચિમ બંગાળનો જે હાલમાં પહોચાડ્યું છે, આજે બંગાળની હાલત તેનાથી પણ ખરાબ થઈ જવા જઈ રહી છે.

બંગાળમાં નવી કંપની ખોલવી હોય, નવી હોસ્પિટલ ખોલવી હોય, નવી સ્કૂલ ખોલવી હોય, નવા રસ્તાઓ બનાવવા હોય,પરંતુ સિન્ડીકેટને કઈક આપ્યા વગર તેઓની સ્વીકૃતિ લીધા વગર કઈ જ થઈ શકતું નથી.

બંગાળમાં સિન્ડીકેટ શાસન ચાલી રહ્યું છે, અહિયાં તુષ્ટિકરણની રાજનીતિ કરવામાં આવી રહી છે.

ખેડૂતો અમારા અન્નદાતા અને ગામો અમારા દેશની આત્મા છે. કોઈ પણ સમાજ ત્યાં સુધી આગળ નહિ વધી શકે, જુઆ સુધી દેશનો ખેડૂત ઉપેક્ષિત હશે.

૨૨ હાજર ગ્રામીણ હાટને મુખ્ય બજારો સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે.

ખેડૂતોની પોતાની ઉપજનું યોગ્ય મુલ્ય અપાવવા માટે બજારોમાં સુધારો કરવા માટે કામ કરાઈ રહ્યું છે.

સવા સો કરોડ ભારતીયો મળીને “ન્યુ ઇન્ડિયા”ના પોતાના સપનાને સાચું કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે.

જંગલોમાં જે આદિવાસી જે પ્રમાણે જિંદગી જીવી રહ્યા છે જેઓને બાંબુ વેચવાનો હક નથી, જેમાં અમે સુધારો કર્યો છે.

કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીન સરકાર બન્યા બાદ અમારી સરકારે ખેડૂતોને દોઢ ગણું સમર્થન મુલ્ય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડૂતોને MSP યોગ્ય રીતે મળે એ માટે તેઓ માંગ કરતા હોય છે, આંદોલન કરતા હોય છે, પરંતુ દિલ્હીમાં બેઠેલી સરકારે ખેડૂતોની એક પણ વાત સાંભળી નથી.

લોકસભાની ચુંટણીમાં ભાજપનું ૨૨થી વધુ સીટો જીતવાનું છે લક્ષ્ય 

મહત્વનું છે કે, ભાજપના અધ્યક્ષ અમિત શાહ આ પહેલા ૨૯ જૂનના રોજ પરુલીયા જિલ્લામાં કરેલી જાહેરસભાના ૧૭ દિવસ બાદ પીએમ મોદીએ મિદનાપુરમાં આ રેલી આયોજિત થઈ રહી છે.

આ ઉપરાંત અમિત શાહે પોતાની રેલીમાં દાવો કર્યો હતો કે, ભાજપ બંગાળની કુલ ૪૨ લોકસભા ચુંટણીઓમાંથી ૨૨થી વધુ સીટો પર વિજય હાંસલ કરશે.