Gujarat election 2022/ જલ્દી જ વાગી શકે છે ચૂંટણીનું બ્યુગલ, જાણો ક્યારે જાહેર થશે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાય તેવી પ્રબળ શક્યતા છે. જેમાં પ્રથમ તબક્કો 1-2 ડિસેમ્બરે અને બીજો તબક્કો 4-5 ડિસેમ્બરે થશે.

Top Stories Gujarat Others
ગુજરાત વિધાનસભા

સવારના મોટા સમાચાર મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત 1 નવેમ્બરના રોજ થઈ શકે છે. અત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત વિધાનસભા માટે પણ આ વખતે મતદાન થઈ શકે છે.

સાથે જ સૂત્રોનું માનીએ તો આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાય તેવી પ્રબળ શક્યતા છે. જેમાં પ્રથમ તબક્કો 1-2 ડિસેમ્બરે અને બીજો તબક્કો 4-5 ડિસેમ્બરે થશે. જેનું પરિણામ 8મી ડિસેમ્બરે આવશે. આપને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશ વિધાનસભાના પરિણામ પણ 8 ડિસેમ્બરે આવવાના છે.

નોંધનીય છે કે 14 ઓક્ટોબરે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તેમની પ્રેસ કોન્ફરન્સમાં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ અંતર્ગત હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે ચૂંટણી યોજાશે.

ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે. આ ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. ગુજરાતમાં દિવાળી પછી ચૂંટણીની જાહેરાત થશે. જો કે, અગાઉ એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે ચૂંટણી પંચ હિમાચલ અને ગુજરાત બંનેમાં એક સાથે ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.

આપને જણાવી દઈએ કે હિમાચલ વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે અને ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. હાલ આ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધી કુલ 182 સીટો છે. આમાંથી 40 બેઠકો અનામત છે. તેમાંથી 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ/આદિજાતિ સમુદાયો માટે અનામત છે.

આ પણ વાંચો:ઈમરાન ખાને ISIને આપી ખુલ્લી ધમકી, કહ્યું- મોઢું ન ખોલાવશો, બોલીશ તો મોટું નુકસાન થશે

આ પણ વાંચો:આત્મઘાતી હુમલો કરનાર હતો કોયમ્બટૂર બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ યુવક, મંદિર પર હુમલો કરવાની હતી યોજના

આ પણ વાંચો:અમિત શાહે ચાલુ શિબિરમાં ભાજપના આ નેતાને ટોક્યા, કહ્યું ભાષણ સંક્ષિપ્તમાં પૂરૂ કરો..