Newzealand shootout/ ન્યૂઝીલેન્ડમાં જ અમેરિકા જેવું શૂટઆઉટઃ વીમેન્સ વર્લ્ડકપની પૂર્વસંધ્યાએ ગોળીબારમાં બેના મોત

ન્યૂઝીલેન્ડમાં વીમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપના પ્રારંભ પહેલા જ અગાઉના દિવસે સાંજે ઓકલેન્ડમાં શૂટઆઉટમાં બેના મોત થયા હતા. આમ અમેરિકા પછી હવે ન્યૂઝીલેન્ડમાં પણ શૂટઆઉટની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસે વળતી કાર્યવાહીમાં સશસ્ત્ર હુમલાખોરને ઠાર કર્યો હતો.

Top Stories World
NewZealand Shootout ન્યૂઝીલેન્ડમાં જ અમેરિકા જેવું શૂટઆઉટઃ વીમેન્સ વર્લ્ડકપની પૂર્વસંધ્યાએ ગોળીબારમાં બેના મોત

ન્યૂઝીલેન્ડમાં વીમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપના Newzealand Shootout પ્રારંભ પહેલા જ અગાઉના દિવસે સાંજે ઓકલેન્ડમાં શૂટઆઉટમાં બેના મોત થયા હતા. આમ અમેરિકા પછી હવે ન્યૂઝીલેન્ડમાં પણ શૂટઆઉટની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસે વળતી કાર્યવાહીમાં સશસ્ત્ર હુમલાખોરને ઠાર કર્યો હતો. આ ઉપરાંત આ હુમલામાં છ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે.

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ હિપકિન્સે Newzealand Shootout જણાવ્યું હતું કે, ‘ફૂટબોલ ટુર્નામેન્ટ યોજના મુજબ આગળ વધશે. ગોળીબાર કરનાર વ્યક્તિએ વ્યક્તિગત કાર્યને અંજામ આપ્યું છે અને પોલીસ આ ઘટનાના સંબંધમાં અન્ય કોઈની તપાસ કરી રહી નથી. આ ઘટનામાં રાજકીય અથવા વૈચારિક પ્રેરણા નથી અને તેથી તે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ નથી. ન્યુઝીલેન્ડના સુરક્ષા જોખમના સ્તરમાં કોઈ ફેરફાર થશે નહીં, તેમ છતાં શહેરમાં પોલીસની હાજરીમાં વધારો કરવામાં આવશે.’

નવમા મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ માટે ઓકલેન્ડે હજારો Newzealand Shootout આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને પ્રવાસીઓનું સ્વાગત કર્યું છે. આ વર્લ્ડ કપની યજમાની ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સંયુક્ત રીતે કરી રહ્યા છે. ગુરુવારના રોજ બે પ્રારંભિક મેચોમાં ઓકલેન્ડમાં નોર્વે અને ન્યુઝીલેન્ડ જ્યારે સિડનીમાં ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ વચ્ચે ટક્કર થશે.

આ દર્શાવે છે કે ન્યૂઝીલેન્ડમાં પણ હવે અમેરિકા જેવી ઘટના Newzealand Shootout બનવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને જણાવ્યું છે કે તેમને ત્યાં આવી કોઈપણ પ્રકારની ઘટના સાંખી નહી લેવાય. આ પ્રકારે ગોળીબાર કરનારાઓને આકરો જવાબ આપવામાં આવશે. ન્યૂઝીલેન્ડમાં અમેરિકાની જેમ શૂટઆઉટને કોઈ સ્થાન નથી એમ તેમણે જણાવ્યું હતું.

 

આ પણ વાંચોઃ America/ પ્રેંક કરવાવાળા ત્રણ કિશોરોની હત્યા કરવાના મામલામાં ભારતીય મુળના યુવકને આજીવન કેદ 

આ પણ વાંચોઃ Kanwar Yatra Japan/ જાપાનમાં ગૂંજ્યો હર હર મહાદેવનો નાદ, શિવભક્તોએ 82 KM લાંબી કાવડ યાત્રા નીકાળી

આ પણ વાંચોઃ આત્મઘાતી હુમલો/ પાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી હુમલો થતા 2 લોકોના મોત,7થી વધુ ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ China-Heatwave/ ચીનમાં 52.2 ડિગ્રી તાપમાન સાથે વિક્રમજનક ગરમી

આ પણ વાંચોઃ J Robert Oppenheimer/ ‘હું બની ગયો છું મૃત્યુ’, અણુબોમ્બ બનાવનાર વિજ્ઞાની ઓપેનહાઇમરે ગીતામાંથી લીધી હતી શીખ; શોધને  જણાવાયું