Harayana/ ‘પુષ્પા-2’ ફિલ્મ રિલિઝ પહેલાં જ આવી વિવાદમાં

‘પુષ્પા:2 ધ રૂલ’ ના ટ્રેલરમાં અલ્લુ અર્જુનને અર્ધનારીશ્વરની ભૂમિકામાં બતાવવામાં આવ્યો છે.

Top Stories India

Harayana News : મહાકાળીના અવતારમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન, ફિલ્લમાંથી સીન હટાવવાની માંગ જો સીન હટાવવામાં નહિ આવે તો ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવશે.અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા 2’ની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. એવામાં ફિલ્મની રિલીઝને લઈ વિવાદ સર્જાયો છે. હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ હિસારના કુલદીપ કુમારે નોંધાવી છે. આ ફરિયાદમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

ફરિયાદી કુલદીપ કહે છે કે ‘પુષ્પા:2 ધ રૂલ’ ના ટ્રેલરમાં અલ્લુ અર્જુનને અર્ધનારીશ્વરની ભૂમિકામાં બતાવવામાં આવ્યો છે. તેમાં મા કાળીના અવતારમાં જોવા મળે છે. કુલદીપ કુમારના મતે આ દ્રશ્ય ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યું છે. ફરિયાદીએ ફિલ્મમાંથી મા કાળી અને અલ્લુ અર્જુનના અર્ધનારીશ્વરના સીનને હટાવવાની માંગ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જો આમ નહીં કરવામાં આવે તો હરિયાણામાં આ ફિલ્મને રિલિઝ થવા દેશે નહીં.
‘પુષ્પા 2: ધ રૂલ’ નો કલાઇમેકસ સીન અટકી ગયો

હાલમાં, ‘પુષ્પા 2: ધ રૂલ’ ફિલ્મ પર પોલીસ દ્રારા કોઇ કેસ નોંધાવામાં આવ્યો નથી. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે પહેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરશે. ફિલ્મ રિલિઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે અને તેનો કલાઇમેકસ સીન હજુ શૂટ થયો નથી. આવી સ્થિતિમાં ફિલ્મ વધુ એક મુશીબતમાં ફસાતી જોવા મળી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું 20 વર્ષના દાંમ્પત્યજીવનમાં તિરાડ પડી? દિવ્યા ખોસલાએ તેના પતિની અટકને છોડી દીધી

આ પણ વાંચો:ડેટ, પર્ફોમન્સ, નોમિનેશન જાણો ક્યારે અને ક્યાં જોઈ શકો છો એવોર્ડ શો…

આ પણ વાંચો:‘યારિયાં 2’નું નામ પણ સિક્વલના ટ્રેન્ડ સાથે જોડાયું, દિવ્યા ખોસલા કુમારે રિલીઝ ડેટ સાથેનું પહેલું પોસ્ટર કર્યું શેર