new dilhi/ ભારતમાં કાર આવનારા સમયમાં ગ્રીન હાઇડ્રોજન પર ચાલશે , કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ભારતને પેટ્રોલ અને ડીઝલની આયાત પર નિર્ભર ન રહે તેવો દેશ બનાવવાના ઉદ્દેશ્ય સાથે પરિવહન ઇંધણ તરીકે ગ્રીન હાઇડ્રોજન માટે બેટિંગ કરી છે

Top Stories India
Untitled 8 7 ભારતમાં કાર આવનારા સમયમાં ગ્રીન હાઇડ્રોજન પર ચાલશે , કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત

દેશમાં આગામી સમયમાં ગ્રીન હાઇડ્રોનજથી સંચાલિત કાર રસ્તાઓ પર દોડતી કરવાનું કેન્દ્રિય પરિવહન મંત્રી નીતીન ગડકરીનું આયોજન છે.  જે અંતર્ગત ગડકરીએ કહ્યું કે આગામી સમયમાં દિલ્હીમાં ગ્રીન હાઇડ્રોજનથી સંચાલિત પબ્લિક પરિવહન ચલાવવાની સરકાર યોજના બનાવી રહી છે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીનો દાવો છે કે તેઓ જલ્દી દિલ્હીની સડકો પર ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી કાર દોડતી કરશે.સંભવ છે કે 1 જાન્યુઆરીએ તેઓ આમ પણ કરી પણ દેશે.આ માટે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત તેમણે એક કાર ખરીદી છે. અને ફરીદાબાદના એક ઓઇલ રિસર્ચ સેન્ટર થી ગ્રીન હાઇડ્રોજન પણ મેળવ્યો છે. તેમણે ગુરૂવારે એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે તેઓ જલદી જ કાર લઇને નીકળશે જેથી લોકોને બતાવી શકે કે આ શક્ય છે.

આ પણ વાંચો ;Covid-19 / કર્ણાટક અને જામનગર બાદ હવે રાજસ્થાનમાં પણ ઓમિક્રોનનાં કેસ નોંધાયા, ફફડી રાજ્ય સરકાર

 નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર ગ્રીન હાઇડ્રોજનથી સંચાલિત પબ્લિક ટ્રાન્સપોર્ટ ચલાવવાની યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે કાર, બસ, ટ્રક બધુજ ગ્રીન હાઇડ્રોજનથી જ ચાલશે .આ માટે નદી-નાળામાં છોડવામાં આવતા ગંદા પાણીનો ઉપયોગ કરવામાં આવે. તેમાંથી ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે .

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ભારતને પેટ્રોલ અને ડીઝલની આયાત પર નિર્ભર ન રહે તેવો દેશ બનાવવાના ઉદ્દેશ્ય સાથે પરિવહન ઇંધણ તરીકે ગ્રીન હાઇડ્રોજન માટે બેટિંગ કરી છે. આ મહિનાની શરૂઆતમાં મંત્રીએ અભિપ્રાય આપ્યો હતો કે સિમેન્ટ અને સ્ટીલ ઉદ્યોગોએ પર્યાવરણનું રક્ષણ કરવા અને તે જ સમયે ઉત્પાદન વધારવા માટે ઉત્પાદન માટે કોલસાને બદલે ગ્રીન હાઇડ્રોજનનો ઊર્જા તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરવું જોઈએ.

આ યોજના અંતર્ગત ગટરના પાણીને કામમાં લાવવામા આવી રહ્યું છે નાગપુર પોતાના ત્યાંના ગટરના પાણીને મહારાષ્ટ્ર સરકારને વેચે છે. તેનાથી વીજળી બનાવવામાં આવે છે. તેનાથી નાગપુર પ્રતિવર્ષ 325 કરોડ રૂપિયા કમાય છે. કંઇપણ બેકાર નથી. વેસ્ટમાં વેલ્યુ એડ કરીએ તો ઘણું બધું તૈયાર થઇ શકે છે. ગટરના પાણીથી ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરી શકાય છે. અને અમે તેના પર જ કામ કરીએ છીએ. લોકોને એવા પ્રશિક્ષિત કરવામાં આવે કે તેઓ ગંદા પાણીથી ગ્રીન હાઇડ્રોજન તૈયાર થશે.

આ પણ વાંચો ;ovid-19 / રાજ્યનાં નિવૃત્ત IAS પુનમચંદ પરમારનાં પરિવારમાં કોરોનાની એન્ટ્રી