Not Set/ નવા વર્ષથી ATM નો ઉપયોગ કરવું મોંઘુ પડશે, લિમિટથી વધુ કર્યુ ટ્રાન્ઝેક્શન તો…

નવા વર્ષમાં ATM માંથી રોકડ ઉપાડવી મોંઘી થવા જઈ રહી છે. મર્યાદાથી વધુનાં વ્યવહારો પર 21 રૂપિયા કે તેથી વધુનો ચાર્જ લાગી શકે છે.

Top Stories Tech & Auto
ATM રાખવુ મોંઘુ થશે

નવા વર્ષમાં ATM માંથી રોકડ ઉપાડવી મોંઘી થવા જઈ રહી છે. મર્યાદાથી વધુનાં વ્યવહારો પર 21 રૂપિયા કે તેથી વધુનો ચાર્જ લાગી શકે છે. બેંક ચાર્જિસ ઉપરાંત GST પણ RBI ની સૂચના મુજબ ચૂકવવો પડશે. ATM ટ્રાન્ઝેક્શન માટેનાં નવા દરો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.

ATM રાખવુ મોંઘુ થશે

આ પણ વાંચો – IPL 2022 / મુંબઈને બાય-બાય કહેતા હાર્દિક પંડ્યાએ કરી Emotional પોસ્ટ, જોઇને તમારી આંખોમાં પણ આવી જશે આસું

હવે તમને ATM નો ઉપયોગ કરીને તમારા પોતાના ખાતામાંથી રોકડ ઉપાડવી મોંઘી પડી શકે છે. આગામી મહિનાથી એટલે કે 1 જાન્યુઆરી, 2022થી, બેંકો ગ્રાહકનાં ATM માંથી નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવા પર ચાર્જ વસૂલી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની માર્ગદર્શિકા મુજબ, એક્સિસ બેંક અથવા અન્ય બેંકનાં ATM પર મફત મર્યાદાથી વધુ નાણાકીય વ્યવહારો પર 21 રૂપિયા અને GST લાગશે. આ સુધારેલા દરો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે. માર્ગદર્શિકા અનુસાર, ફ્રી ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદા ઓળંગવા માટે ગ્રાહકોએ 20 રૂપિયાને બદલે 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે. RBI એ કહ્યું હતું કે, વધારે ઇન્ટરચેન્જ ચાર્જ અને સામાન્ય ખર્ચમાં વધારાને કારણે તેમણે ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારીને 21 રૂપિયા કરવાની મંજૂરી આપી છે. જો કે, ગ્રાહકો હજુ પણ તેમની પોતાની બેંકનાં ATM માંથી દર મહિને 5 મફત વ્યવહારો (નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો) કરી શકશે. તેઓ મેટ્રો શહેરોમાં અન્ય બેંકનાં ATM માંથી ત્રણ અને નોન-મેટ્રો કેન્દ્રમાં પાંચ મફત વ્યવહારો પણ કરી શકશે. આ સિવાય RBI એ બેંકોને તમામ કેન્દ્રમાં નાણાકીય વ્યવહારો માટે રૂ. 15 થી રૂ. 17 પ્રતિ ટ્રાન્ઝેક્શન અને બિન-નાણાકીય વ્યવહારો માટે રૂ. 5 થી વધારીને રૂ. 6 કરવાની મંજૂરી આપી છે.

ATM રાખવુ મોંઘુ થશે

આ પણ વાંચો – Maruti launch 2022 / નવી બલેનો અને જિમ્ની SUV માટે રાહ જોવી પડશે, 2022માં લોન્ચ થશે મારુતિની આ 5 કાર

નોંધનીય છે કે, બિન-નાણાકીય વ્યવહારો પણ બેંક ગ્રાહકોને આપવામાં આવેલી મફત મર્યાદામાં ગણવામાં આવે છે. એટલે કે, જો તમે ATM માંથી બેલેન્સ ચેક કરો છો અથવા મિની સ્ટેટમેન્ટ જુઓ છો, તો ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા પણ ઓછી થશે. ATM માં ​​જઈને કાર્ડનો પિન બદલવો એ પણ ટ્રાન્ઝેક્શન ગણાય છે. જો કે, કેટલીક બેંકો તેમના ગ્રાહકોને બિન-નાણાકીય વ્યવહારો પરનાં શુલ્કમાંથી મુક્તિ આપે છે.