Not Set/ #INDvAUS : વરસાદના વિઘ્ન બાદ ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી-૨૦ કરાઈ રદ્દ

મેલબર્ન, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની બીજી મેચ મેલબર્નના MCG ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. જો કે આ બીજી ટી-૨૦માં વરસાદ વિલન બનતા આ મેચ રદ્દ કરવામાં આવી છે. India vs Australia Second T20i: The match has been called off due to rain in Melbourne. pic.twitter.com/ZMtKsXTQK6— ANI (@ANI) November 23, 2018 આ પહેલા […]

Top Stories Trending Sports
p N43NXd #INDvAUS : વરસાદના વિઘ્ન બાદ ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી-૨૦ કરાઈ રદ્દ

મેલબર્ન,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની બીજી મેચ મેલબર્નના MCG ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. જો કે આ બીજી ટી-૨૦માં વરસાદ વિલન બનતા આ મેચ રદ્દ કરવામાં આવી છે.

આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ૭ વિકેટના નુકશાને ૧૩૨ રન બનાવ્યા હતા. જો કે ત્યારબાદ વરસાદ વિઘ્ન બનતા બાકીની રમત શક્ય થઇ ન હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિન્ચ ૦, ડાર્શી શોટ ૧૪ રન, ક્રિશ લીન ૧૩ રન, ગ્લેન મેક્સવેલ ૧૯ રન, સ્ટોનિસ ૪ ર, એલેક્સ કેરી ૪ રન અને નાથન કુલ્ટર નાઇલ ૧૮ રન બનાવી આઉટ થયા હતા.

જયારે ભારત તરફથી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર, ખલિલ અહેમદ ૨-૨ વિકેટ ઝડપી હતી.