Not Set/ કંગના રનૌત સામે ફરિયાદ, ભીખ માંગવાના નિવેદનને દેશદ્રોહ ગણાવી FIRની માંગ

કંગનાના આ નિવેદનને દેશદ્રોહ ગણાવતા તેની સામે એફઆઈઆરની માંગ કરવામાં આવી છે.આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય પ્રીતિ શર્મા મેનને મુંબઈમાં કંગના રનૌત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

Top Stories Entertainment
1 12 કંગના રનૌત સામે ફરિયાદ, ભીખ માંગવાના નિવેદનને દેશદ્રોહ ગણાવી FIRની માંગ

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અવારનવાર વિવાદોમાં રહે છે. કંગના રનૌતે તાજેતરમાં જ ભારતને આઝાદી ભીખમાં મળી છે તેવા નિવેદનબાદ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કંગનાના આ નિવેદનને દેશદ્રોહ ગણાવતા તેની સામે એફઆઈઆરની માંગ કરવામાં આવી છે.આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય પ્રીતિ શર્મા મેનને મુંબઈમાં કંગના રનૌત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કંગનાના નિવેદનને રાજદ્રોહ ગણાવતા પ્રીતિએ મુંબઈ પોલીસને અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની પણ માંગ કરી છે. પ્રીતિએ કહ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 504, 505 અને 124A હેઠળ કાર્યવાહી માટે વિનંતી કરવામાં આવી છે.

Bollywood / હોલિવૂડ ફિલ્મોની ગાથા બોલિવૂડમાં યથાવત્..

કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો બીજી તરફ કોંગ્રેસ અને શિવસેનાએ પણ અભિનેત્રી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.   ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરુણ ગાંધી, સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ અને અન્ય સહિત ઘણા નેતાઓએ બુધવારે સાંજે એક કાર્યક્રમમાં આપવામાં આવેલા અભિનેત્રીના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે.  ઘણા લોકો કંગના પાસેથી પદ્મશ્રી પરત લેવાની માંગ પણ કરી રહ્યા છે.

ICC T-20 WORLD CUP / બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો

ગંભીર આરોપ / 2002ના કોમી રમખાણના ષડયંત્રની તપાસ SIT કરી ન હતી, કેસથી લોકોને બચાવ્યા : જાકિયા જાફરી