Covid-19/ વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક આટલા કરોડને પાર, US બાદ હવે બ્રાઝિલમાં વધ્યા કેસ

સમગ્ર માનવજાતિ માટે મુસિબત બનેલો કોરોનાવાયરસ હવે અજગરની જેમ ભરડો લેવા લાગ્યો છે. વિશ્વમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે.

Top Stories World
ગરમી 66 વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક આટલા કરોડને પાર, US બાદ હવે બ્રાઝિલમાં વધ્યા કેસ
  • વિશ્વમાં કુલ કેસનો આંક 12 કરોડને પાર
  • બ્રાઝિલમાં કોરોનાનો અજગરભરડો
  • બ્રાઝિલમાં કોરોનાનાં નવા 70 હજાર કેસ
  • યુ.એસમાં કોરોનાનાં નવા 48 હજાર કેસ
  • વિશ્વમાં હાલ 2.08 કરોડ એક્ટિવ કેસ

સમગ્ર માનવજાતિ માટે મુસિબત બનેલો કોરોનાવાયરસ હવે અજગરની જેમ ભરડો લેવા લાગ્યો છે. વિશ્વમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનો કુલ આંક 12 કરોડને પાર કરી ગયો છે. પડોશી દેશ ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોનાએ આજે માનવજાતિ માટે એક મોટી ચિંતા ઉભી કરી દીધી છે. વિશ્વમાં સૌથી વધુ કેસ અમેરિકામાંંથી સામે આવી રહ્યા છે. આ ઉપરાંત હવે બ્રાઝિલમાંથી પણ રોજ કોરોનાનાં કેસનો આંક વધતો જઇ રહ્યો છે.

પરદા હૈ પરદા / શ્રીલંકા પણ સ્વિટ્ઝરલેન્ડના માર્ગે, બુરખા પર લગાવશે પ્રતિબંધ

અમેરિકામાં કોરોના આજે પણ ચિંતાનુ મોટુ કારણ છે, અહી આજે કોરોનાનાં નવા 48 હજાર કેસ સામે આવ્યા છે. આ સાથે જો બ્રાઝિલની વાત કરવામાં આવે તો અહી પણ કોરોનાએ માથુ ઉચક્યુ છે. આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોનાં કિસ્સામાં, બ્રાઝિલ અમેરિકા પછી બીજા સ્થાને પહોંચી ગયું છે. જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં ભારત બીજા નંબરે હતું. બ્રાઝિલમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19 નાં 7 હજાર નવા કેસ નોંધાયા છે અને આની સાથે તેનાથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ગઇ છે. જે એક ચિંતાનું મોટુ કારણ બની ગયુ છે. ત્યારે હવે આ વાયરસને કેવી રીતે માત આપવી અને બની શકે તેટલા લોકોને કેવી રીતે આનાથી બચાવવા, તેના પર બ્રાઝિલ સરકારનું ધ્યાન કેન્દ્રિત થયુ છે.  આપને જણાવી દઇએ કે, દેશમાં આ રોગચાળાને કારણે 2.75 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોવિડ-19 દ્વારા અસરગ્રસ્ત થવાની દ્રષ્ટિએ યુ.એસ. પ્રથમ ક્રમે છે, જ્યાં અત્યાર સુધીમાં 2.93 કરોડથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે.

અમેરિકા / એચ -1 બી વિઝા અંગે બિડેન સરકારનો નિર્ણય, ભારતીયોને મળશે મોટી રાહત

ભારતમાં પણ, કોરોના ફરી એક વાર વેગ પકડી રહ્યો છે. શનિવારે 24 હજારથી વધુ નવા સંક્રમિત કેસ જોવા મળ્યા હતા. જે ભારત માટે ફરી એકવાર ચિંતાનો વિષય બની ગયો છે. આ વાયરસથી 19 હજારથી વધુ લોકો શનિવારે ઠીક થયા છે. આપને જણાવી દઇએ કે, દેશમાં મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ