World Athletics Championships/ નીરજ ચોપરા ગોલ્ડ ચૂક્યા,સિલ્વર મેડલ જીતીને ફરી દેશનું નામ રોશન કર્યું

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા માટે 90 મીટરની પાર જેવલિન ફેંકવાની હતી, પરંતુ તે તેમ કરી શક્યા નહીં. 

Top Stories Sports
1 231 નીરજ ચોપરા ગોલ્ડ ચૂક્યા,સિલ્વર મેડલ જીતીને ફરી દેશનું નામ રોશન કર્યું

નીરજ ચોપરા યુ.એસ.એ.ના યુજેનમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની જેવલિન થ્રો ઈવેન્ટની ફાઇનલમાં સુવર્ણ મેળવવાથી ચુકી ગયા છે. અહીં ભારતીય સ્ટાર નીરજ ચોપરાની સાથે રોહિત યાદવ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યો હતો. નીરજે ફાઉલ થ્રોથી શરૂઆત કરી અને બીજા પ્રયાસમાં 82.39 મીટરનો સ્કોર કર્યો. આ પછી તેમણે ત્રીજા પ્રયાસમાં 86.37 મીટર અને ચોથા પ્રયાસમાં 88.13 મીટરનો થ્રો કર્યો હતો. જે બાદ તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. રોહિત યાદવ ત્રણ પ્રયાસો બાદ 10માં નંબર પર રહીને બહાર થઈ ગયા છે

એન્ડરસન પીટર્સે અહીં તેના પ્રથમ પ્રયાસમાં 90 મીટરથી વધુ ભાલો ફેંક્યો હતો અને તે પ્રથમ સ્થાને રહ્યા હતા,બાદમાં નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા માટે 90 મીટરની પાર જેવલિન ફેંકવાની હતી, પરંતુ તે તેમ કરી શક્યા નહીં.