Not Set/ કોંગ્રેસ-JD(S) ગઠબંધન સરકારનો સંઘ “કાશી”એ પહોંચશે કે નહીં, ઉપ-મુખ્યમંત્રીએ શું આપ્યો જવાબ, જુઓ

બેંગલુરુ, કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ બુધવારે એચ ડી કુમારસ્વામીએ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા અને શુક્રવારે તેઓ ગૃહમાં ફ્લોર ટેસ્ટ પાસ કરવાના છે. વિધાનસભામાં કોંગ્રેસના 78, જેડીએસના 36 અને બસપાના એક ધારાસભ્ય  છે, આ ઉપરાંત કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને એક કેપીજેપી MLA અને એક નિર્દલીય MLAનું પણ સમર્થન શામેલ છે. ગઠબંધનમાં […]

Top Stories Trending
dc Cover bsnudco08r3igtj44duecnr7m4 20180516064055.Medi કોંગ્રેસ-JD(S) ગઠબંધન સરકારનો સંઘ "કાશી"એ પહોંચશે કે નહીં, ઉપ-મુખ્યમંત્રીએ શું આપ્યો જવાબ, જુઓ

બેંગલુરુ,

કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ બુધવારે એચ ડી કુમારસ્વામીએ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા અને શુક્રવારે તેઓ ગૃહમાં ફ્લોર ટેસ્ટ પાસ કરવાના છે.

વિધાનસભામાં કોંગ્રેસના 78, જેડીએસના 36 અને બસપાના એક ધારાસભ્ય  છે, આ ઉપરાંત કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને એક કેપીજેપી MLA અને એક નિર્દલીય MLAનું પણ સમર્થન શામેલ છે.

ગઠબંધનમાં તિરાડો પડવાના સંકેત

એકબાજુ એચ ડી કુમારસ્વામી ફ્લોર ટેસ્ટ પાસ કરવાના છે જયારે બીજી બાજુ આ પહેલા જ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારના આગામી ભવિષ્યને લઇ સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે,  “કાશીએ સંઘ પહોંચશે” કે નહીં..

કારણ કે ફ્લોર ટેસ્ટ પાસ કરતા પહેલા જ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં ઉપ-મુખ્યમંત્રી જી. પરમેશ્વરે કુમારસ્વામીના આગમો 5 વર્ષ સુધી મુખ્યમંત્રી બની રહેવા અંગે એક મોટું નિવેદન આપ્યું છે.

અમારી પાર્ટીના નેતા પણ મુખ્યમંત્રી હોઈ શકે છે

ઉપ-મુખ્યમંત્રી જી. પરમેશ્વરે જણાવ્યું, “કુમારસ્વામી 5 વર્ષ મુખ્યમંત્રી રહેશે નહીં, તો આગામી 5 વર્ષમાં અમારી પાર્ટીના પણ કોઈ મુખ્યમંત્રી હોઈ શકે છે”.

આ નિવેદનને લઈ અત્યારસુધીમાં ગઠબંધન સાથે વાત થવાની છે. જી. પરમેશ્વર આ નિવેદનને લઇ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચેના ગઠબંધનમાં તિરાડો પડવાના સંકેત મળી રહ્યા છે.

પાંચ વર્ષ સુધી સરકાર બનવા અંગે કોઈ ચર્ચા થઇ નથી

વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરવાના એક દિવસ પહેલા જ ઉપ-મુખ્યમંત્રી જી. પરમેશ્વરે કહ્યું, “કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન એચ ડી કુમારસ્વામીના મુખ્યમંત્રી તરીકે પુરા પાંચ વર્ષ બની રહેવા અંગે અત્યારસુધી કોઈ ચર્ચા-વિચારણા થઇ નથી”.

કુમારસ્વામી પુરા પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેવા અંગે તેઓએ જણાવ્યું, “અમારા દ્વારા હજી સુધી આ અંગે અત્યારસુધી કોઈ ચર્ચા કરવામાં આવી નથી”.

ઉપ-મુખ્યમંત્રીએ વધુમાં ઉમેરતા જણાવ્યું, “હજી આ વાત પર નિર્ણય કરવાનો બાકી છે કે, કયા ક્યાં વિભાગો તેઓને આપવામાં આવશે અને કયા વિભાગો અમારી પાસે રહેશે. તેઓને પાંચ વર્ષ જોઈએ છે કે અમને પણ મળે- તે તમામ વિષયો પર હાલ કોઈ ચર્ચા કરવામાં આવી નથી”.

ચર્ચા-વિચારણા બાદ જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે

જેડીએસને પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી પદ આપવા અંગે કોંગ્રેસ પાર્ટીની સંતુષ્ટ છે કે નહીં, તે અંગે તેઓએ જણાવ્યું, “ચર્ચા બાદ જ નફા અને નુકશાનને જોતા પાર્ટી દ્બારા નિર્ણય કરવામાં આવશે, પરંતુ હાલ અમારો મુખ્ય ધ્યેય સારું પ્રશાસન આપવાનો છે”.

મહત્વનું છે કે, કર્ણાટકમાં કુમારસ્વામી સરકારને બહુમતી હાંસલ કરતા પહેલા કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને મોટી રાહત મળી છે. વિધાનસભા સ્પીકર પદ માટે ભાજપ દ્વારા ઉમેદવારનું નામ હટાવવામાં આવ્યું છે અને તેના બદલે કોંગ્રેસના રમેશ કુમારને વિધાનસભામાં સ્પીકર બનાવામાં આવ્યા છે.

બીજેપી ઉમેદવાર ઉતરવાથી ફ્લોર ટેસ્ટ સ્પીકર ચુંટણીમાં ખેંચતાણ જોવાઈ મળી રહી છે. પરંતુ બીજેપીએ પોતાના ઉમેદવારને હટાવી લીધા પછી કોંગ્રેસનો રસ્તો સાફ થઇ ગયો છે.