All India Pregnant Job Agency/ ગર્ભવતી બનાવો તો 13 લાખ, ના બનાવી શકો તો પાંચ લાખની ગેરન્ટી,સંસ્થાનું નામ પણ ઓલ ઈન્ડીયા પ્રેગનન્ટ જોબ

તમામ ચરણો પાર કર્યા બાદ આ વ્યક્તિને મહિલાઓનો ફોટા મોકલવામાં આવે છે. પાંચ છ ફોટા મોકલ્યા બાદ તેને જ પુછવામાં આવતું હતું કે તે કોને ગર્ભવતી બનાવવા માંગે છે.

India Top Stories
ગર્ભવતી

સાયબર ક્રાઈમના અનેક અને અવનવા બનાવો બની રહ્યા છે. જાગૃતિને કારણે કેટલાક લોકો સાયબર ફ્રોડથી બચી પણ રહ્યા છે. તેમ છત્તા આ ગઠિયાઓ દરરોજ નવી નવી તરકીબો શોધીને લોકોને શીશામાં ઉતારી રહ્યા છે. જેમાં એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે.

હવે સુંદર મહિલાઓને પ્રેગનન્ટ કરવાના નામે કરોડોની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. ગઠિયાઓ અને તેમની છેતરપિંડીના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. નટવરલાલથી લઈને સુકેશ ચંદ્રશેખર સુધીના આ સમયગાળા વચ્ચે કેટલાય આરોપીઓ આવ્યા અને ગયા. આંખોમાંથી કાજલ ચોરી લેવાથી લઈને એક બટન દબાવી ને કંગાળ કરી નાંખનારા ઠગ પણ પેદા થયા. જામતારાના ઠગો પણ દેશના ખૂંણે ખૂંણે પોતાના કિસ્સા છોડી ગયા.

પરંતુ હાલના બનાવમાં આ એવી છેતરપિંડી છે કે જેને ગંભીર થઈને વિચારવા માત્રથી સામેવાળો લૂંટાઈ જાય છે. આરોપીઓની આ નવી જનરેશને માર્કેટમાં ઠગાઈની નવી જ ઓડસ ઓપરેન્ડી અપનાવી છે. પ્રેગન્ન્ટ કરો લાખો કમાવ. આ ઓર્ગેનાઈઝેશનનું નામ પણ ઓલ ઈન્ડીયા પ્રેગનન્ટ જોભ રાખવામાં આવ્યું છે. જો તમે ઈન્ટરેસ્ટેડ છો તો એપાલ્ય કરો. તમારે એવી મહિલાને ગર્ભવતી બનાવવાની છે જેને બાળકો નથી. જો તમે મહિલાને ગર્ભવતી બનાવો તો 10 થી 13 લાખ મળશે અને ના કરી શકો તો 5 લાખ રૂપિયાની ગેરન્ટી તો છે જ. હવે તમે જ કહો કોઈ સ્હેજપણ ગંભીર થઈને વિચારે તો લૂંટાય કે નહી. કારણકે ઓફરનું ડેડલી કોમ્બિનેશન છે. એકતરફ ખૂબસુરત મહિલાઓને ગર્ભવતી બનાવવાની છે અને બીજીતરફ તેના બદલામાં લાખો રૂપિયા કમાવા મળે. બસ આ જ ડેડલી કોમ્બીનેશનના ચક્કરમાં સેંકડો લોકો હજારો રૂપિયા ગુમાવી ચુક્યા છે. તેને કારણે આ ગઠિયાઓના આ નવા ઝુંડે કરોડોની કમાણી કરી લીધી છે.

પટનાથી દોઢસો કિમી. દૂર નવાદા નામનું શહેર છે. આ જ શહેરથી અંદાજે 8 કિમી. દૂર ગુરમ્હા ગામ છે. ગર્ભવતી બનાવી લાખો કમાવાની આખી ઈન્ડસ્ટ્રી આ ગામમાં છે. આ ઈન્ડસ્ટ્રીનું હેડક્વાર્ટર અહીં જ છે જે હાલમાં તોડી પડાયું છે. આ હેડ ક્વાર્ટર પહેલા આ કંપનીની પહેલી ઓફિસ આ જ હતી. કરોડો ની કમાણી કરતી કંપનીની ઓફિસ ઝૂંપડીમાં પણ હોઈ શકે છે. કંપનીમાં ફક્ત 20 થી 25 યુવકો છે જે 20 થી 30 વર્ષની વયના છે. કંપનીનું આખુ ટર્નઓવર આ યુવાનોના ખભા પર છે. તેને ચલાવવા ઉપકરોણોના નામે ફક્ત મોબાઈલ છે. આ જ ફોનથી લાખોની કમાણી શરૂ થાય છે.

પાંચ વર્ષ પહેલા આ ગામનો એક યુવક નોકરી માટે રાજસ્થાન ગયો હતો. મેવાડમાં તે એક નાની નોકરી કરવા લાગ્યો. દરમિયાન જામતારા જેવી ગેંગના કેટલાક ઠગો સાથે તેની મુલાકાત થઈ. તે આ ગગેંગમાં જોડાઈ ગયો અને સાયબર ક્રાઈમની ટ્રેનિંગ લીધી. એક ફોન થી કોઈને પણ કંગાળ બનાવી દેવાની કળા તે શીકી ગયો હતો. છત્તા તેને લાગ્યું કે આ કામ તો બધા કરે છે. માર્કેટમાં કંઈક નવું લાવવું જોઈએ. આ વિચાર સાથે તે રાજસ્થાનથી ગામ પરત આવ્યો. તેણે પરિવારજનોને કહ્યું કે તે હવે માછલી પાલનનો ધંદો કરશે. ગાંમ પાસેથી એક નહેર પસાર થતી હતી. તેણે માછલી પકડવાનું શરૂ કર્યું પણ આ કેનું અસલી કામ ન હતું. તેની આડમાં તેણે પોતાનો અસલી ધંધો શરૂ કર્યો.

નહેરની બાજુમાં આવેલો એક ખંડેર જેવો રૂમ તેણે સાફ કરીને તેમાં પોતાની ઓફિસ ખોલી દરમિયાન તે ગામના 20 થી 30 યુવકોની ઓળક કરી ચુક્યો હતો. તેમને તે ચુપચાપ આ ઓફિસમાં લાવીને ટ્રેનિંગ આપવા લાગ્યો. રૂમમાં તેણે પ્રિન્ટર પણ રાખ્યું હતું. કેટલીક તસ્વીરો લાભામણા સ્લોગનોના પ્રિન્ટ આઉટ કાઢ્યા. જેને તેણે સોશિયલ મિડીયા પર રાખવાનું શરૂ કર્યું. ફેસબુક અને વોટ્સએપ પર તેની કંપનીનું નામ દેખાવા લાગ્યું. બાજાતરફ તે લોકોનો ડેટા ખરીદવા લાગ્યો.

જેમાં લોકોના ફોન નંબર હોય છે. તેમનો ધંધો, ઉંમર અને સરનામાની માહિતી પણ હતી. જેને આધારે તેણે લોકોને ફસાવવાનું શરૂ કર્યુ. ઓલ ઈન્ડીયા પ્રેગનન્ટ જોબના નામે સોશિયલ મિડીયા પર જાહેરાત થતી હતી જેમાં લખ્યું હતું કે લગ્નના વર્ષો પછી પણ મા ના બની શકતી નથી અને મા બનવા ઈચ્છે છે તેવી મહિલાઓ માટે અમારી કંપની કામ કરે છે. તમામ કામ કાનૂની રીતે થાય છે. આ એક પ્રકારનું નેકીનું કામ છે. જે પણ આવી મહિલાઓને પ્રેગનન્ટ કરી તેમને મા બનાવી શકે તે આગળ આવી શકે છે.

તેના માટે પૈસા પણ મળશે. આ રકમ 10થી 13 લાખ હશે. જો મહિલા ગર્ભવતી ના થઈ શકે તો પણ પાંચ લાખ રૂપિયા મળશે. તેમાં કંપની પોતાનો મોબાઈલ નંબર પણ આપતી હતી. આ દિલકશ ઓફરમાં ફસાનારા મોબાઈલના વોટ્સએપ ચેક કરતા હતા. જેમાં એક શખ્સ ભારતીય સેનાના ડ્રેસમાં નજરે ચઢતો હતો. દરમિયાન એક શક્સે આ નંબર પર કોલ કરર્યો હતો. જેમાં તેણે પોતાનું નામ સંદીપ જણાવ્યું. કંપનીએ તેને આખી ઓફરની માહિતી આપી. તેની પાસે કંપનીએ પહેલા આધારકાર્ડ તથા અન્ય ઓળખકાર્ડ આપવા કહ્યું જેથી કંપનીમાં રજીસ્ટ્રેશન કરી શકાય. તેની ફી રૂ.500 રાખવામાં આવી હતી. એકવાર તે ફી ભરે પછી જ મેમ્બર બની શકે. ત્યારબાદની જાણકારી પથી આપશે, એમ કંપની જણાવતી હતી.

લાખો કમાવાની લાલચે લોકો મેમ્બર બની જતા હતા. બાદમાં નામ સરનામા લઈને નકલી સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ તૈયાર કરી મોકલવામાં આવતું હતું. વીર્યની તપાસ માટે 2000 રૂપિયા લેવામાં આવતા હતા. તમામ ચરણો પાર કર્યા બાદ આ વ્યક્તિને મહિલાઓનો ફોટા મોકલવામાં આવે છે. પાંચ છ ફોટા મોકલ્યા બાદ તેને જ પુછવામાં આવતું હતું કે તે કોને ગર્ભવતી બનાવવા માંગે છે.

ત્યારબાદ આ વ્યક્તિને તેના શહેરમાં કોઈ છ્રી કે ફાઈવ સ્ટાર હોટેલ હોય તો તે તેના માટે બુક કરવામાં આવશે અને તેનો ખર્ચ કંપની ઉઠાવશે. પસંદ કરેલી મહિલા ત્યાં પહોંચી જશે. ત્યાં સુધીમાં જોકે સામેવાળો ફસાઈ ચુક્યો હોય છે. હોટેલ પહોંચ્યા બાદ મહિલાને ગર્ભવતી બનાવવા તેને એક છેલ્લી શરત પુરી કરવા જણાવાય છે. જેમાં કંપનીનો જ એક શખ્સ સામેવાળાને એક મેસેજ કરે છે. આ શખ્સ તેને કહે છે કે અમે જેમ કહ્યું હતું કે ગર્ભવતી બનાવવા જતા પહેલા ઓછામાં ઓછા તમને પાંચ લાખ રૂપિયા મળશે.

આ રકમ અમે તમારા એકાણ્ટમાં જમા કરાવી દીધી છે. ત્યારબાદ તેને કહેવામાં આવે છે કે તમારા એકાઉન્ટમાં ડિપોઝીટનો મેસેજ તો આવી ગયો છે પરંતુ ખાતામાંથી રકમ ત્યારે જ કાઢી શકાશે જયારે તે પોતાના ભાગનું જીએસટી જમા કરાવશે. 18 ટકાના હિસાબે પાંચ લાખ રૂપિયા જીએસટી થાય છે. ડબલ ડેડલી કોમ્બીનેશની લાલચે આ વ્યક્તિ જીએસટીના જે 80 થી 90 હજાર થાય તે પણ કંપનીના ખાતામાં જમા કરાવી દેતો હતો. ત્યારબાદ તે હોટેલના રૂમમાં જવાનો અને પાંચ લાખ રૂપિયા પોતાના ખાતામાં જમા થવાની રાહ જોતો રહે છે. જે ક્યારેય પુરી થતી નથી. સામેવાળા ઠગનો ફોન પણ બંધ થઈ જાય છે. જેને પગલે તેને લૂંટાઈ ગયાનો અહેસાસ થાય છે. જે તેના ઘરે કે પરિવારને જણાવી પણ નથી શકતો.

આ બનાવની ફરિયાદ બાદ પોલીસ ગામમાં પહોંચી હતી. પોલીસે 8 જણાને ઝડપી લીધા પણ 18 જમા ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે જ્યાંથી છેતરપિંડી થતી હતી તે ઓફિસની પણ તલાશી લીધી હતી. આ પ્રકારે પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ માટે મુઝવણ એ ઉભી થઈ છે કે આઠ યુવકો તો ઝડપાઈ ગયા પરંતું તેમણે જેમને ચુનો ચોપડીને બે થી અઢી કરોડ કમાયા હતા તેમાંથી બે યુવકો છોડીને બાકીના કોઈ ફરિયાદ કરવા તૈયાર થયા ન હતા.

બીજીતરફ જે ફોટો બતાવીને ફસાવવાનું કામ કરાતું હતું તેમાંથી કેટલીક મહિલાઓ નકલી હતી તો કેટલીક એવી મોડેલો હતી જેમને પૈસા આપીને આ જાહેરાતનુ શુંટીંગ કરાયું હતું.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Big Boss 17/‘બિગ બોસ 17’પલટી ગઈ બાજી, હવે આ ચાર સભ્યો પર પડી શકે છે પહાડ, અંકિતા લોખંડે પર પણ તલવાર 

આ પણ વાંચો:Bigg Boss 17/મુનાવર ફારૂકી અને વિકી જૈન વચ્ચે થઈ ઝપાઝપી, અંકિતા વચ્ચે આવી, કહ્યું- ગળું છોડ…