પશ્ચિમ બંગાળમાં દિલ્હીના શ્રધ્ધા વાલકર હત્યાકાંડ જેવી જ ચકચારી ઘટના બની છે. કોલકાતામાં જમીનના વિવાદને પગલે પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. બાદમાં તેના શરીરના ટૂકડા ટુકડા કરી નાંખ્યા હતા. આરોપીએ પોલીસથી બચવા માટે મૃતદેહના ટુકડા નજીકની નહેરમાં ફેંકી દીધા હતા અને પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.
આ બનાવ ઉત્તર 24 પરગણા જીલ્લાના મધ્યમગ્રામમાં બન્યો હતો. કન્સ્ટ્રક્શન મટિરીયલ સપ્લાય કરવાનો ધંધો કરતા 55 વર્ષીય નુરૂદ્દીન મંડલે જમીન માટે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ તેણે લાશના છ ટુકડા કરી થેલામાં ભરી દીધા હતા. બાદમાં થેલામાં ભરીને નહેરમાં ફેંકી દીધા હતા. તેની પરિણીત દિકરીએ આ બાબતે ખુલાસો કર્યો હતો. તેણે પોતાની માતાના મોબાઈલ ફોન પર લોહીના ડાઘા જોઈ લીધા હતા. જ્યારે આરોપીને ખબર પડીકે દિકરીને હત્યાની જાણ થઈ ગઈ છે ત્યારે તેણે ઝેર ખાઈને આપઘાતની કોશિશ કરી હતી.
પોલીસે હોસ્પિટલમાં જઈને આરોપીની પુછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. પોલીસે તેની ધરપકડજ કરીને લાશના ટુકડા નહેરમાંથી કબજે કર્યા હતા. પોલીસનું કહેવું છે કે આરોપી નુરૂદ્દીને મધ્યમગ્રામ પોલીસ સ્ટેશનમાં પત્નીની ગૂમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. તે સમયે જ પોલીસને તેના નિવેદન પર શંકા દગઈ હતી. જ્યારે મામલો વધી ગયો ત્યારે તેની દિકરીએ માતાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
બારાસાતના એસપી ભાસ્કર મુખરજીએ જણાવ્યું હતું કે આરોપીએ પોતાનો ગુનો કબૂલતા કહ્યું હતું કે તેણે પહેલા પોતાની પત્નીનુ લઘુ કાપ્યું હતું અને બાદમાં શરીરના ટૂકડા કર્યા હતા. પોલીસને પણ આ કેસમાં સંપત્તિનો વિવાદ હોવાનું લાગીરહ્યું છે. દેની દિકરી મણી બીબીએ કહ્યું કે તેની માતાના નામ પર મધ્યમગ્રામમના શ્રીનગરમાં જમીન અને ઘર છે. મારા પિતાની નજર આ જમીન પર હતી. જેને લઈને તે માતાને હંમેશા દબાણ કરતો હતો. જોકે માતાએ જમીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જેની કિંમત તેને જીવ આપીને ચુકવવી પડી.
@નિકુંજ પટેલ
આ પણ વાંચો:Big Boss 17/‘બિગ બોસ 17’પલટી ગઈ બાજી, હવે આ ચાર સભ્યો પર પડી શકે છે પહાડ, અંકિતા લોખંડે પર પણ તલવાર
આ પણ વાંચો:Bigg Boss 17/મુનાવર ફારૂકી અને વિકી જૈન વચ્ચે થઈ ઝપાઝપી, અંકિતા વચ્ચે આવી, કહ્યું- ગળું છોડ…
