Not Set/ ગુજરાત CMOએ ભારતના નક્શામાંથી કરી નાખ્યું કાશ્મીરને ગાયબ

ગાંધીનગર, ગુજરાત ચીફ મિનિસ્ટર ઓફિસ  સીએમઓ દ્વારા મોટી ભૂલ થઈ ગઈ છે જેમાં ભગવા રંગમાં દેશને રંગવામાં કાશ્મીર જ ગાયબ થઈ ગયું. બાયોટેક્નોલોજીકલ યુનિવર્સિટીને લગતો વીડિયો સીએમઓએ સત્તાવાર ટ્વિટ કરીને જારી કર્યો હતો. જેમાં ભારતના નક્શામાંથી આ વિસ્તાર ગાયબ થઈ ગયો છે. સીએમઓ દ્વારા સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરવામાંથી હતી. સાંજે 4.30 કલાકે કરવામાં આવેલી […]

Top Stories Gujarat
CMO gujarat ગુજરાત CMOએ ભારતના નક્શામાંથી કરી નાખ્યું કાશ્મીરને ગાયબ

ગાંધીનગર,

ગુજરાત ચીફ મિનિસ્ટર ઓફિસ  સીએમઓ દ્વારા મોટી ભૂલ થઈ ગઈ છે જેમાં ભગવા રંગમાં દેશને રંગવામાં કાશ્મીર જ ગાયબ થઈ ગયું. બાયોટેક્નોલોજીકલ યુનિવર્સિટીને લગતો વીડિયો સીએમઓએ સત્તાવાર ટ્વિટ કરીને જારી કર્યો હતો.

જેમાં ભારતના નક્શામાંથી આ વિસ્તાર ગાયબ થઈ ગયો છે. સીએમઓ દ્વારા સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરવામાંથી હતી. સાંજે 4.30 કલાકે કરવામાં આવેલી ટ્વિટ દ્વારા વીડિયો ટ્વિટ કરાયો હતો.

CMO gujarat 1 ગુજરાત CMOએ ભારતના નક્શામાંથી કરી નાખ્યું કાશ્મીરને ગાયબ

સૌથી ગંભીર વાત એ કે, ટ્વિટ થયાના ગણતરીના સમયમાં રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કિશોર કાનાણી, ગુજ કોસ્ટના સાયન્ટિસ્ટ નરોત્તમ સાહુ સહિત 55થી વધુ લોકોએ રિટ્વિટ કરી નાખ્યો હોવા છતાં કોઈના ધ્યાનમાં આ ભૂલ આવી નહતી.