Not Set/ બાબરી મસ્જિદ ધ્વંસ : સાડા ત્રણસો વર્ષનો ઇતિહાસ એક જ દિવસમાં કેવી રીતે બદલાયો,વાંચો

આજે બાબરી ધ્વંસની ૨૬મી વરસી છે. બાબરી મસ્જિદ પર 6 ડિસેમ્બર, 1992 માં હુમલો થયો હતો અને એને તોડી પાડવામાં આવી હતી. આ વિવાદિત ધ્વંસ પછી આખા દેશમાં રમખાણો ફાટી નિકડ્યા હતા. બાબરી ધ્વંસ દિવસને બે અલગ ધર્મના લોકો અલગ રીતે મનાવે છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ આ દિવસને શૌર્ય દિવસ- વિજય દિવસ તરીકે […]

Top Stories India Trending
LL બાબરી મસ્જિદ ધ્વંસ : સાડા ત્રણસો વર્ષનો ઇતિહાસ એક જ દિવસમાં કેવી રીતે બદલાયો,વાંચો

આજે બાબરી ધ્વંસની ૨૬મી વરસી છે. બાબરી મસ્જિદ પર 6 ડિસેમ્બર, 1992 માં હુમલો થયો હતો અને એને તોડી પાડવામાં આવી હતી.

આ વિવાદિત ધ્વંસ પછી આખા દેશમાં રમખાણો ફાટી નિકડ્યા હતા.

બાબરી ધ્વંસ દિવસને બે અલગ ધર્મના લોકો અલગ રીતે મનાવે છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ આ દિવસને શૌર્ય દિવસ- વિજય દિવસ તરીકે ઉજવે છે જયારે મુસ્લિમ સંગઠનના લોકો યૌમ-એ-ગમ એટલે કે દુઃખનો દિવસ, યૌમ-એ-શ્યાહ એટલે કે કાળો દિવસ મનાવે છે.

ઇતિહાસના પાના ફેરવીને જોઇએ ખ્યાલ આવશે કે મુગલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બાકી ખાને 1528માં અયોધ્યામાં બાબરી મસ્જિદનો પાયો નાંખ્યો હતો.

કેટલાક લોકોનો કહેવું છે કે મીર બાકીએ ત્યાં પહેલાં એક મંદિર હતું જેને તોડીને મસ્જિદ બનાવી હતી. ઉપલબ્ધ રેકોર્ડ પ્રમાણે 1853માં આ જગ્યાને લઇને પહેલી વખત હુલ્લડો થયા હતા અને 1885માં મહંત રધુવર દાસે ફેજાબદ જિલ્લાની કાર્ટમાં અપીલ દાખલ કરી હતી.

આ અપીલના ભાગ રૂપે જિલ્લા જજે એવું નિર્ણય આપ્યો હતો કે આ મસ્જિદનું નિર્માણ 356 વર્ષ પહેલાં થઇ ચુક્યું છે એટલે આ વિષય ઉપર કોઇ નિર્ણય કરવો યોગ્ય નહી કહેવાય.

ભારત આઝાદ થયું પછી પહેલી વખત રામ-જન્મભૂમિ કે બાબરી મસ્જિદ એવો વિવાદ 21 ડિસેમ્બરે 1949ની રાત્રે થયો હતો અને આજ તારીખે રાત્રે એ જગ્યા ઉપર રામની મૂર્તિ પ્રગટ થઇ હતી તેવી વાતો વહેતી થઇ હતી.

આ મુદ્દાને લઇને અયોધ્યા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. એ રાત્રીના દિવસે એવું બન્યું કે ત્યાં કોઇ દિવ્ય પ્રકાશ પ્રગટ થયો હતો એવું કેટલાક લોકોનું કહેવું છે તો કેટલાક તો ભગવાનની જન્મભૂમિ તરીકે ઓળખે છે. આ પ્રકારની વાતોના કારણે એક પ્રકાની ગરમા ગરમી વધતાં આ જગ્યા ઉપર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે.

બાબરીનાં માલિકી હકના કેસની સુનાવણી 25 જુલાઈ, 2010ના રોજ સમાપ્ત થઈ હતી.  અયોધ્યાના વિવાદીત પરિસરના માલિકી હક પર 24 સપ્ટેમ્બરે અલ્હાબાદની લખનૌ ખંડપીઠે પોતાનો ચુકાદો સંભળાવ્યો અને જમીનને ત્રણ ભાગમાં વિભાજીત કરવાનો નિર્ણય કર્યો.

ત્યાર બાદ અલ્હાબાદ હાઈકોર્ટનાં ચુકાદા સામે સુપ્રિમમાં અરજી કરવામાં આવી છે અને સુપ્રિમે અત્યારે જમીનનાં વિભાજન પર સ્ટે મુકેલ છે. આખરે આ આગ ક્યારે બુઝાશે? તેને લઈને ચિંતન અને પ્રયત્નો ચાલુ છે.