BIG BOSS ની આ 11મી સીઝનમાં જે કાંઈ થઈ રહ્યું છે , તે કદાચ પહેલા નથી થયું. શોને શરૂ થયે દસ દિવસ થઈ ગયા છે. અને અત્યારસુધીમાં 2 કંટેસ્ટંટ બહાર થઈ ચુક્યા છે, જેમાં પ્રિયંકા શર્મા અને ઝુબૈર ખાનનો સમાવેશ થાય છે. હવે સાંભળવા મળી રહ્યું છે કે એક કંટેસ્ટંટ જોતા ઘરમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.
મીડિયા અહેવાલ પ્રમાણે વિકાસ ગુપ્તા એક ગેટ ખુલ્લો જોઈને ઘરમાંથી ભાગવાના પ્રયત્નો કર્યાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સની ભુલના કારણે એક દરવાજો ખુલ્લો રહી ગયો હતો. જ્યારે આ દરવાજો વિકાસે ખુલ્લો જોયો તો તે તરત જ ત્યાંથી ભાગી નીકળ્યો હતો પણ થોડાક જ સમયમાં તેને પકડિને પાછો લાવવામાં આવ્યો હતો. ઘરથી ભાગવાના તેમજ નિયમ તોડવાના કારણે વિકાસ ગુપ્તાને કાલ કોઠરીમાં નાખવામાં આવ્યો હતો.