Not Set/ OTT પ્લેટફોર્મ, વેબ સિરીઝ અને ગંદા દ્રશ્યો યુવા ધનને ગેરમાર્ગે દોરે છે : સર્વે

સુરતની ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને આજે ફાંસીની સજા સંભાળતી વખતે જજે આવા કૃત્ય માટે OTT પ્લેટફોર્મ અને વેબસિરીઝને જવાબદાર ગણાવ્યા હતા.

Tips & Tricks Trending Lifestyle
ott

સુરતની ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને આજે ફાંસીની સજા સંભાળતી વખતે જજે આવા કૃત્ય માટે ઓટીટી પ્લેટફોર્મ અને વેબસિરીઝને જવાબદાર ગણાવ્યા હતા. વાસ્તવમાં આપણે આવા માધ્યમોનો કેટલો શિકાર થઈએ છીએ, આપણા રોજિંદા જીવન ઉપર તેની કેટલી અસર થઇ રહી છે તે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના તારણો અહી રજુ કરાયા છે. કેટલાક કેસને શોર્ટમાં અહી આલેખ્યા છે.

ભૂતકાળમાં માહિતીઓ મેળવવાનું એક જ સાધન હતું પત્ર વ્યવહાર. ધીરે ધીરે તેમાં ફેરફારો થયા અને વર્તમાન પત્રો દ્વારા માહિતીઓ ઘર ઘર સુધી પહોચી. ત્યારબાદ ટી.વી. સમાચારો નો વિકાસ થયો. પણ હવે આંગળીના ટેરવે ગણી શકીએ એટલા માધ્યમો આપણી પાસે હાજર છે જે આપણને માહિતી સાથે મનોરંજન પૂરું પાડે છે. પણ આ માહિતીઓ જ્યાંથી આપણને મળે છે એ ઈન્ટરનેટણી દુનિયા કેટલી સુરક્ષિત છે? આપણે જાણીએ છીએ કે આજનો સમય એ ઇન્ટરનેટનો છે.

પહેલા આપણે નાના નાના કામ માટે ભાર નીકળતા અને આજે ઘણા મોટા કાર્યો આંગળીના એક ટેરવે મોબાઈલના માધ્યમથી કરીએ છીએ. મોબાઈલના માધ્યમથી હવે આપણે ટીવી ઉપર પણ ઘણું જોઈ શકીએ છીએ. તેમાં ખાસ સમાવેશ થાય છે OTT પ્લેટફોર્મ એટલે કે ઓવર ધ ટોપ પ્લેટફોર્મનો. આ એક એવું માધ્યમ છે જેમાં ટીવી સીરીયલો, વેબ સીરીઝ, વિવિધ પ્રકારની ડોક્યુમેન્ટરી, વિવિધ પ્રકારના વિડીયો અને ઓડિયો ઉપલબ્ધ છે. ભારતમાં વિવિધ OTT પ્લેટફોર્મ જોવા મળે છે જેમ કે વુટ, અલ્ટ બાલાજી, બીગફ્લીક્સ, અમેઝન પ્રાઈમ વિડીયો, વિયું, સોની લીવ, એરોસ નાઉ, જી ફાઈવ, હોટ સ્ટાર, નેટ ફ્લીક્સ, એમ એક્સ પ્લેયર વગેરે. છેલ્લા ઘણા સમયથી આ પ્લેટફોર્મની અસરો જોવા મળી છે. આ પ્લેટફોર્મની વિધાયક બાબતોમાં જોઈએ તો તેને ગમે ત્યારે ડાઉનલોડ કરી શકાય, ઘણા મુવી તેની અંદર જોવા મળી શકે અને બાકી રહી ગયેલ અમુક શો પણ તેમાં જોઈ શકાય પણ તેની નિષેધક આસો વધુ છે તેની નિષેધક અસરો જોઈએ તો તે ચોંકાવનારી કરતા ડરાવાનારી છે.

# આ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા યુવાઓ તેના આદી બનતા જાય છે કારણ કે આ પ્લેટફોર્મ મોબાઈલ, લેપટોપમાં સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે.

# યુવાઓ અને બાળકોના હિંસક વર્તન માટે પણ જવાબદાર છે કારણ કે તેમાં આક્રમક અને ઉતેજીત દ્રશ્યો તેમને જોવા મળી રહ્યા હોય છે

# નિષેધક માહિતી લોકોના માનસિક સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી રહી છે.

# બાકી રહી ગયેલ શો જ્યા સુધી જોઈ ન લે ત્યાં સુધી મનમાં સતત એ બાબતોનું રટણ ચાલ્યા કરતુ હોય છે.

# વેબસિરીઝની આડઅસરો પણ જોવા મળે છે.

મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગમાં આવેલ વિવિધ કેસ..  

  1. મને ઓલી ઓનલાઇન સિરિયસ કરી દયો પાપા નહીંતર હું મલી જઈશ, એમ કહી ઉતરાયણમાં અગાસી પર પતંગ ઉડાડતા પિતાને ધમકી આપી પારાપીટ પરથી એક પગ નીચે મુકવાનો પ્રયત્ન 4 વર્ષનો બાળક કરે છે.
  2. સાહેબ હું મધ્યમવર્ગનો માણસ છું, માંડ ઘરનુ પૂરું કરું છું. મારી દીકરીને ઓનલાઇન સિરિયલ અને વેબ સિરીઝની લત લાગી છે. સાંજે ટીવીમાં આવે સિરિયલ એ પહેલા તેને ઓનલાઇન જોવી હોય છે. તેમાં ઇન્ટરનેટ ખુબ જ વપરાય છે.  મહિને 2500-3000 તેનાં ઇન્ટરનેટમાં મારે વપરાય જાય છે.  જો રિચાર્જના રૂપિયા ન આપું તો આત્મહત્યાની ધમકી આપે છે.
  3. મિત્રો પાસે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા કેટલાક ઓનલાઇન શોમાં આગળ શું થશે તે જોવા ott કાંઈક નવું આવ્યું છે. તેનાં પર સતત મોબાઈલમાં જોયા કરે છે. જો કાંઈક કહું તો છરી ગળે મૂકે છે અને ધમકી આપે છે.
  4. ફરી ઓનલાઇન શિક્ષણ શરૂ થયું એટલે આખો દિવસ મારો દીકરો ઘરમાં પુરાયેલ રહે છે. અંદર શું કરે છે તે શંકા જાય છે. કેમ કે ઘણીવાર જોર જોરથી તે આક્રમક થઈને બરાડા પાડે છે. બારણું ખખડાવીએ તો ગુસ્સો કરે કે મને ભણવા દયો. તેનાં મિત્રો પાસેથી વિગત મેળવી તો તે ott પ્રોગ્રામ જોયા કરે છે તેમાં તેનાં ફેવરિટ પાત્રને કોઈ નુકશાની થાય તો બૂમબરાડા પાડે છે. આનું સાવ ચસકી ગયું છે કોઈ ઉપાય કહો.