Not Set/ કન્હૈયાનો ગિરિરાજ પર પ્રહાર, “PAK મોકલવા વાળા મંત્રીએ બેગૂસરાયને કર્યું વળક્ક્મ”

દેશમાં એવી ઘણી બેઠકો છે જ્યાં મુકાબલો ટક્કરનો હશે, પરંતુ આ વખતે જે બેઠક દરેકની નજર છે તે બિહારમી બેગૂસરાય લોકસભા બેઠક છે. આ બેઠક જેએનયુ ના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર CPI ની ટિકિટથી ચુંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહ છે. કન્હૈયાએ મંગળવારે સવારે ટ્વીટ કરી ગિરિરાજ પર નિશાન […]

Top Stories India Trending
mqp 3 કન્હૈયાનો ગિરિરાજ પર પ્રહાર, "PAK મોકલવા વાળા મંત્રીએ બેગૂસરાયને કર્યું વળક્ક્મ"

દેશમાં એવી ઘણી બેઠકો છે જ્યાં મુકાબલો ટક્કરનો હશે, પરંતુ આ વખતે જે બેઠક દરેકની નજર છે તે બિહારમી બેગૂસરાય લોકસભા બેઠક છે. આ બેઠક જેએનયુ ના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર CPI ની ટિકિટથી ચુંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહ છે. કન્હૈયાએ મંગળવારે સવારે ટ્વીટ કરી ગિરિરાજ પર નિશાન સાધ્યું છે.

કન્હૈયાએ લખ્યું, “લોકોને જબરદસ્તી પાકિસ્તાન મોકલવા વાળા ‘પાકિસ્તાન ટૂર એન્ડ ટ્રાવેલ્સ વિભાગ’ના વિઝા મંત્રી જી બેગૂસરાય મોકલવા પર હર્ટ થઇ ગયા, મંત્રી જી એ તો કહી દીધું બેગૂસરાયને ‘વળક્ક્મ’ કન્હૈયાનું આ ટ્વીટ સવારથી જ વાયલર થઇ રહ્યું છે

આપને જણાવી દઈએ કે 2014 માં નવાદાથી સાંસદ તરીકે ચૂંટાયેલા ગિરિરાજ સિંહને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બેગૂસરાયથી ટિકિટ આપી છે, નવાદા બેઠકના ગઠબંધન હેઠળ રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) ના ખાતામાં જતી રહી છે.

ત્યારથી જ ગિરિરાજ સિંહ પાર્ટીથી નારાજ છે અને સતત બેગૂસરાયથી ટિકિટ મેળવવાનો વિરોધ કરી રહ્યા છે. ગિરિરાજનું કહેવું છે કે તે પક્ષના નેતૃત્વથી નારાજ છે. તેમણે પૂછ્યું કે શા માટે મારી બેઠક નવાદાથી બદલીને બેગૂસરાય કેમ કરવામાં આવી છે,જોકે તેમણે એમ પણ કહ્યું કે 1996 થી, તેઓ અહીંથી ચૂંટણી લડવા માંગે છે. તેમણે કહ્યું કે મને એ વાતનું દુ:ખ થયું છે કે મને પૂછ્યા વિના મારી સીટ બદલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારથી એ નક્કી થયું છે કે બેગૂસરાયમાં લડાઈ કન્હૈયા કુમાર વિરુદ્ધ ગિરિરાજ સિંહની થવાની છે. ત્યાંથી જ આ લોકો માટે રસપદ વાત બની ગઈ છે. કન્હૈયા કુમાર પણ સતત ગિરિરાજ પર પ્રહાર કરતા નિવેદન આપી રહ્યા છે. તાજેતરમાં, તેમણે કહ્યું હતું કે તેમની લડાઈ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે નથી, પરંતુ સીધી જ ગિરિરાજ સિંહથી છે.

અગાઉ, એવું માનવામાં આવતું હતું કે કન્હૈયા કુમાર બેગૂસરાયથી મહાગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બની શકે છે, પરંતુ તે બન્યું નથી. પરંતુ આવુ કંઈ જ થયું નથી. મહાગઠબંધનએ સીપીઆઈને જગ્યા આપી નથી. જેના પછી પાર્ટીએ પોતે કન્હૈયાને મેદાજમાં ઉતર્યા.