Not Set/ રાત્રે ઉડાન ભરવા માટે સક્ષમ ચિનૂક હેલિકોપ્ટર ઇન્ડિયન એરફોર્સમાં સામેલ

ચંદીગઢ સ્થિત ઇન્ડિયન એરફોર્સના  12મી વિંગ એરફોર્સ સ્ટેશનમાં આજે એક કાર્યક્રમ અંતર્ગત ચિનૂક હેવી લિફ્ટ હેલિકોપ્ટરના પ્રથમ યૂનિટને એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આઇએએફ ચીફ એર ચિફ માર્શલ બીએસ ધનોઆ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઇએએફ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ચિનૂક હેલિકોપ્ટર ઘણા મોટા દેશોની વાયુસેનાની શાન છે.  આ હેલિકોપ્ટરનો ઉપયોગ ટ્રૂપ્સ તથા અન્ય જરૂરી સૈન્ય સામાનની […]

India Tech & Auto
Chinookhelicopters 404465643 6 રાત્રે ઉડાન ભરવા માટે સક્ષમ ચિનૂક હેલિકોપ્ટર ઇન્ડિયન એરફોર્સમાં સામેલ

ચંદીગઢ સ્થિત ઇન્ડિયન એરફોર્સના  12મી વિંગ એરફોર્સ સ્ટેશનમાં આજે એક કાર્યક્રમ અંતર્ગત ચિનૂક હેવી લિફ્ટ હેલિકોપ્ટરના પ્રથમ યૂનિટને એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આઇએએફ ચીફ એર ચિફ માર્શલ બીએસ ધનોઆ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઇએએફ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ચિનૂક હેલિકોપ્ટર ઘણા મોટા દેશોની વાયુસેનાની શાન છે.  આ હેલિકોપ્ટરનો ઉપયોગ ટ્રૂપ્સ તથા અન્ય જરૂરી સૈન્ય સામાનની હેરફેર માટે થાય છે.

ભારતીય નૌસેના પ્રમુખ એર ચિફ માર્શલ બીએસ ધનોઆએ આ તકે કહ્યું કે  ચિનૂક હેલિકોપ્ટર દિવસે જ નહીં પરંતુ રાત્રે પણ ઉડાન ભરવા સક્ષમ છે અને સૈન્ય ઓપરેશનને અંજામ આપી શકે છે.  અસમના દિનજામાં પૂર્વ ભારત માટે પણ એક યૂનિટ તૈયાર કરવામાં આવશે.

ચિનૂકનું એરફોર્સમાં સામેલ થવું ગેમ ચેઇન્જર સાબિત થઈ શકે છે. જે રીતે યુદ્ધ વિમાનોમાં રફાલ ખૂબ ઉપયોગી છે તે જ રીતે  ચિનૂકનું પણ મહત્વ છે. તેમણે કહ્યું કે હાલના સમયમાં દેશની સુરક્ષા સામે પડકાર હોય ત્યારે આવા હેલિકોપ્ટર ભારતની જરૂરિયાતો પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું છે.

અમેરિકન એરોસ્પેસ કંપનીએ 10 ફેબ્રુઆરીએ બોઇંગ ચિનૂકની  ડિલિવરી ગુજરાતના મુદ્રા બંદરે કરી હચી.  ચિનૂક વર્ટિકલ લિફ્ટ પ્લેટફોર્મ હેલિકોપ્ટર છે. જેનો ઉપયોગ સૈનિકો માટે હથિયારો,સાધનો અને ઇંધણ લઈ જવા થાય છે.  તેમજ કુદરતી કે કૃત્રિમ આપત્તિઓમાં  રાહત અભિયાન માટે પણ ચિનૂક ઉપયોગી છે.