Not Set/ વડોદરા : વેપારી સાથે ત્રણ લાખની લૂંટ, ઘટના સીસીટીવીમાં થઇ કેદ

વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં આજે બપોરે એક વાગ્યે બાઇક પર જઇ રહેલા વેપારીને આંતરી 3 લાખની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થઇ ગયા હતા. આ મામલે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના સાવલી ખાતે ઈંટોનો ભઠ્ઠો ચલાવતા મહેતાબ ખાન પઠાણ આજે બપોરે પોતાના કર્મચારીઓનો પગાર કરવાનો હોવાથી બેંકમાંથી 3 લાખ રૂપિયા ઉપાડીને […]

Top Stories Gujarat Vadodara
2 1542887483 વડોદરા : વેપારી સાથે ત્રણ લાખની લૂંટ, ઘટના સીસીટીવીમાં થઇ કેદ

વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં આજે બપોરે એક વાગ્યે બાઇક પર જઇ રહેલા વેપારીને આંતરી 3 લાખની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થઇ ગયા હતા. આ મામલે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના સાવલી ખાતે ઈંટોનો ભઠ્ઠો ચલાવતા મહેતાબ ખાન પઠાણ આજે બપોરે પોતાના કર્મચારીઓનો પગાર કરવાનો હોવાથી બેંકમાંથી 3 લાખ રૂપિયા ઉપાડીને નવા યાર્ડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.

આ સમયે અચાનક પાછળથી આવેલા બે બાઇક સવારોએ વેપારીને ચાલુ બાઇકે લાત મારી હતી, જેથી વેપારી મહેતાબ ખાન નીચે પટકાયા હતા. જેથી લૂંટારાઓ વેપારી પાસે બેગમાં મુકેલા 3 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

ફતેગંજ પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વેપારીની પૂછપરછ હાથ ધરી હતી અને વેપારીની ફરિયાદ નોંધી સીસીટીવી ફુટેજને આધારે લૂંટારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.