surat news/ સુરતમાં રેતીખનન કરનારા શખ્સો સામે કાર્યવાહી, 1 જેસીબી અને 3 ટ્રકોને જપ્ત કરી

સુરતમાં રેતી માફિયાઓ સામે આકરા પગલા લેવાયા. સુરતના માંગરોળમાં બિનઅધિકૃત રીતે માટીખનન કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી.

Top Stories Gujarat Surat
Beginners guide to 86 2 સુરતમાં રેતીખનન કરનારા શખ્સો સામે કાર્યવાહી, 1 જેસીબી અને 3 ટ્રકોને જપ્ત કરી

સુરતમાં રેતી માફિયાઓ સામે આકરા પગલા લેવાયા. સુરતના માંગરોળમાં બિનઅધિકૃત રીતે માટીખનન કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી. રેતી માફિયાઓ માંગરોળના રણકપોર ગામે માટીખનન કરતા હતા. તેમના વિરુદ્ધ તંત્રએ લાલ આંખ કરતા મોટી કાર્યવાહી કરવામાં આવી. રેતી માફિયાઓ વિરુદ્ધ માંગરોળના મામલતદાર અને સર્કલ ઓફિસર દ્વારા કાર્યવાહી કરતા 1 જેસીબી અને 3 ટ્રકોને જપ્ત કરવામાં આવી. વાહનો જપ્ત કરવા સાથે રૂ.89 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો.

અગાઉ પણ સુરતના અડાજણમાં પાલ-ઉમરા બ્રીજ નીચે તાપી નદીમાંથી ગેરકાયદેસર રેતીખનન કરવામાં આવ્યું હતું. અસમાજિક તત્વોને પોલીસે PCB સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ રેડમાં એક ટ્રક, 45 ટન રેતી, બે મોટર સાયકલો સહિત અન્ય સામગ્રીઓ કબજે કરતા કુલ 14.53 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે તાપી નદીમાં અસમાજિક તત્વો પોતાના ફાયદા માટે રેતીખનન કરતા હોવાની માહિતી મળતા તાત્કાલિક કાર્યવાહી કરાઈ.

જ્યારે રાજ્યમાં  વડોદરામાં નટવરનગરમાં મહીનદી પર રેતી ખનીજના અધિકૃત ખાણકામને લઈને કાર્યવાહી કરી હતી. મહી નદી પર ગેરકાયદે રેતી ખનન મામલે ખનીજ ચોરી કરવા પર ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવમાં આવી હતી. મહી નદી ઉપરાંત ટીલા પાસે સાદી રેતીનું ખાણકામ કરતા ત્રણ નાવડીઓમાં ગેરકાયદે ખનન કરવામાં આવતું હતું. આ નાવડીઓ આણંદ જિલ્લાના પ્રતાપપુરાના રાજેન્દ્રસિંહ રણજીતસિંહ રાઠોડ ઉર્ફે રાજુ ગોલ્ડની હોવાનું તપાસમાં આવ્યું હતું. આ મામલે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરતા અટકાયત કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી