IPL 2024/ વિરાટ કોહલીએ રચિન રવિન્દ્રને આપી ગાળો? વીડિયો સામે આવ્યો

મેચમાં વિરાટ કોહલી લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો હતો. પરંતુ વિરાટ બેટિંગમાં વધુ કંઈ કરી શક્યો ન હતો,

Trending Sports
YouTube Thumbnail 2024 03 23T142234.890 વિરાટ કોહલીએ રચિન રવિન્દ્રને આપી ગાળો? વીડિયો સામે આવ્યો

IPL 2024 ની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થઈ હતી. CSKએ RCBને હરાવીને ટૂર્નામેન્ટની જીત સાથે શરૂઆત કરી હતી. આ મેચમાં CSKએ RCBને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલી લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો હતો. પરંતુ વિરાટ બેટિંગમાં વધુ કંઈ કરી શક્યો ન હતો, કોહલી પ્રથમ મેચમાં માત્ર 21 રન બનાવીને આઉટ થયો હતો.

વિરાટ કોહલીનું એગ્રેસિવ રૂપ અવારનવાર મેદાન પર જોવા મળે છે. આવું જ કંઈક CSK અને RCB વચ્ચેની મેચ દરમિયાન જોવા મળ્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કોહલીએ રચિન રવિન્દ્રને આપી ગાળો!

ન્યૂઝીલેન્ડનો યુવા ખેલાડી રચિન રવિન્દ્ર પ્રથમ વખત IPLમાં રમી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્રથમ મેચમાં રચિને સારી બેટિંગ કરી હતી. આ મેચમાં રચિન 15 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે રચિન રવિન્દ્ર આઉટ થયો ત્યારે વિરાટ કોહલી ઘણો એગ્રેસિવ હતો. આ દરમિયાન વિરાટ કંઈક કહેતો જોવા મળ્યો હતો. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે રચિન રવિન્દ્ર આઉટ હતો ત્યારે વિરાટે ગુસ્સામાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે.

ઘણા યુઝર્સનું માનવું છે કે વિરાટ કોહલીએ તેના કરતા 10-12 વર્ષ નાના ખેલાડી સાથે દુર્વ્યવહાર કર્યો છે, જે તદ્દન ખોટું છે. તે જ સમયે, કોહલીના કેટલાક ચાહકોનું માનવું છે કે વિરાટ કોહલીનો સ્વભાવ મેદાન પર પહેલાથી જ આવો રહ્યો છે, જ્યારે મેદાનની બહાર તેનો સ્વભાવ તદ્દન અલગ છે.

આરસીબી પ્રથમ મેચમાં હારી ગયું હતું

IPL 2024 ની પ્રથમ મેચ 22 માર્ચે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. RCB તરફથી બેટિંગ કરતી વખતે અનુજ રાવતે સૌથી વધુ 48 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય દિનેશ કાર્તિકે 38 રન અને ફાફ ડુ પ્લેસિસે 35 રન બનાવ્યા હતા.

ચેન્નાઈ તરફથી બોલિંગ કરતી વખતે મુસ્તાફિઝુર રહેમાને સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે CSKએ આ મેચ 18.4 ઓવરમાં જીતી લીધી હતી. ચેન્નાઈ તરફથી બેટિંગ કરતા રચિન રવિન્દ્રએ 37 રન, શિવમ દુબેએ 35 રન અને રહાણેએ 27 રન બનાવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….