Not Set/ IPL 2019 : સૂકાની અશ્વિને આ કારણોસર ભરવો પડશે રૂ.12 લાખનો દંડ

આઇપીએલની 12મી સીઝનમાં સૂકાની રવિચંદ્રન અશ્વિનની મુશ્કેલીઓ જાણે અટકવાનું નામ જ લેતી નથી. અશ્વિને કોઇને કોઇ વિવાદમાં સપડાઇ રહ્યો છે. હકીકતમાં 20 એપ્રિલના રોજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં ઘરેલુ ટીમ દિલ્હી કેપિટલ્સની વિરુદ્વ એક વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રો અનુસાર પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન સ્લો ઓવરરેટને લઇને સૂકાની […]

Sports
Ashwin IPL 2019 : સૂકાની અશ્વિને આ કારણોસર ભરવો પડશે રૂ.12 લાખનો દંડ

આઇપીએલની 12મી સીઝનમાં સૂકાની રવિચંદ્રન અશ્વિનની મુશ્કેલીઓ જાણે અટકવાનું નામ જ લેતી નથી. અશ્વિને કોઇને કોઇ વિવાદમાં સપડાઇ રહ્યો છે. હકીકતમાં 20 એપ્રિલના રોજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં ઘરેલુ ટીમ દિલ્હી કેપિટલ્સની વિરુદ્વ એક વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સૂત્રો અનુસાર પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન સ્લો ઓવરરેટને લઇને સૂકાની રવિચંદ્રન અશ્વિન પર દંડ ફટકારાયો હતો. આઇપીએલની આંચારસંહિતાના ઉલ્લંઘનને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. જેને કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.

દિલ્હી વિરુદ્વ આ મેચમાં પંજાબની ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોટલાની ધીમી પીચ પર પંજાબના બેટ્સમેન દિલ્હીની ઘાતક બોલિંગ સામે ટકી શક્યા ના હતા અને માત્ર 163 રન જ બનાવી શક્યા હતા.

તેના જવાબમાં પંજાબના બોલરોની નબળી બોલિંગને કારણે દિલ્હીએ આ મેચમાં જીત હાંસલ કરી હતી. આ જીતની સાથે દિલ્હી 12 અંકો સાથે ત્રીજા નંબર પર પહોંચી ચૂકી છે. જ્યારે પંજાબ 10 અંક સાથે ચોથા નંબર પર છે.