Not Set/ અમદાવાદ/ શહેરનાં આ વિસ્તારમાં મર્યાદિત સંખ્યામાં ગરબા ક્લાસની શરૂઆત

  ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી ધામધૂમથી થતી હોય છે. ત્યારે આ વર્ષે કોરોનાનાં કારણે ગરબા ક્લાસ વહેલા શરુ થઈ શક્યા નહોતા. પરંતુ અમદાવાદમાં કેટલાક નિયમો સાથે ગરબા ક્લાસ શરુ થયા છે. શહેરનાં પાલડી વિસ્તારમાં મર્યાદિત સંખ્યામાં ગરબા ક્લાસની શરુઆત થઈ ચુકી છે. એક સમયે ફક્ત 8 જ તાલીમાર્થીને જ તાલીમ આપવામાં આવી રહી છે. ઉત્સવપ્રિય ગુજરાતીઓનો […]

Ahmedabad Gujarat
2e5bf8bebf8ce72a28de90dc72fe70db અમદાવાદ/ શહેરનાં આ વિસ્તારમાં મર્યાદિત સંખ્યામાં ગરબા ક્લાસની શરૂઆત
2e5bf8bebf8ce72a28de90dc72fe70db અમદાવાદ/ શહેરનાં આ વિસ્તારમાં મર્યાદિત સંખ્યામાં ગરબા ક્લાસની શરૂઆત 

ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી ધામધૂમથી થતી હોય છે. ત્યારે આ વર્ષે કોરોનાનાં કારણે ગરબા ક્લાસ વહેલા શરુ થઈ શક્યા નહોતા. પરંતુ અમદાવાદમાં કેટલાક નિયમો સાથે ગરબા ક્લાસ શરુ થયા છે. શહેરનાં પાલડી વિસ્તારમાં મર્યાદિત સંખ્યામાં ગરબા ક્લાસની શરુઆત થઈ ચુકી છે. એક સમયે ફક્ત 8 જ તાલીમાર્થીને જ તાલીમ આપવામાં આવી રહી છે.

ઉત્સવપ્રિય ગુજરાતીઓનો સૌથી મોટો પર્વ એટલે નવરાત્રિ. માતાજીની નવરાત સુધી આરાધનાનો પર્વમાં નાના ભૂલકા, યુવાનોથી લઈ વૃદ્ધો ગરબા રમે છે. કોઇપણ ગુજરાતી દુનિયામાં ક્યાંય પણ વસે પણ ગરબાનાં તાલે જેના પગ થનગનાટ કરે તે જ સાચો ગુજરાતી એમ કહેવાય છે. ત્યારે કોરોના મહામારી દરમિયાન જાહેર ઉત્સવની ઉજવણી પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે નવરાત્રિ દરમિયાન સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવશે કે કેમ તેને લઈ દરેક ગુજરાતીનાં મનમાં દ્વીધા છે. આ વચ્ચે શહેરમાં કોવીડ ગાઇડલાઇન સાથે ગરબા ક્લાસીસ શરુ થઇ ગયા છે. આ વર્ષે ગરબા યોજાશે કે નહિ તે હજુ સ્પષ્ટ નથી પરંતુ અમદાવાદીઓ ગરબા રમવા આતુર બન્યા છે. શહેરનાં મોટા ભાગનાં ગરબા ક્લાસીસ શરુ થઇ ચુક્યા છે. ગણતરીનાં લોકો સાથે દિવસમાં અલગ-અલગ બેચમાં લોકો ગરબા શીખવા આવી રહ્યા છે. ક્લાસીસમાં આવનાર તમામનું ટેમ્પરેચર તપાસ કર્યા બાદ જ ગરબા જોઈન કરવા દેવામાં આવે છે. સાથે જ જો કોઈ વ્યક્તિને શરદી, ઉધરસ કે તાવ જણાય તો ક્લાસીસમાં પ્રવેશ નથી આપવામાં આવતો. ત્યારે કોરોના વચ્ચે અમદાવાદીઓ ગરબે ઘૂમવા આતુર બન્યા છે.

ક્લાસીસ તો શરુ થઇ ચુક્યા છે, પરંતુ હજુ પણ ગરબા આયોજકો અને ઇવેન્ટ કંપનીનીમાં ચિંતા જોવા મળી રહી છે. કોરોના મહામારીનાં સમયમાં ગરબાનું આયોજન કેવી રીતે કરવું, તકેદારીનાં શું પગલા લેવા, જેવા મહત્વનાં મુદ્દા પર હાલ ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે જો સરકાર દ્વારા નવરાત્રિ ઉજવણી માટે પરમિશન આપવામાં આવે તો છેલ્લી ઘડીએ તૈયારી ન કરવી પડે તે હેતુથી ગરબા આયોજક અને ઈવેન્ટ કંપની સાથો સાથ અમદાવાદીઓ પણ પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.