અમદાવાદમા સીંધુભવન રોડ પર આવેલ મારુતી નંદન રેસ્ટોરન્ટમાં રાજપુત સમાંજની કરણી સેના, મહાકાલ સેના, ભવાની સેના, આમ દસ સેનાના સંગઠન મંત્રીઓ હાજર રહ્યા હતા. અને પદ્માવતી ફિલ્મ રજુ નહી કરવા મક્કમ નિર્યણ લીધો છે.
આ ઉપરાંત ભંસાલી પર સીધો આક્ષેપ કરતા કહ્યુ હતુ કે. ભંસાલી પ્રોડક્શન કરણી સેનાને બદનામ કરવાની સાજીશ કરી રહયા છે. અને રાજપુત સમાજ એક છે અને અમે આ ફિલ્મને ગુજરાતમાં રીલીજ નહિ થવા દઈએ.
સરકારની બેવડી નીતીને રાજપુત સમાજ વખોડે છે. અને આગામી સમયમાં તેઓ સી.એમને આવેદન પત્ર લખશે. 25 તારીખે રાત્રે થયેલી ધટનામાં ધરપકડ કરેલા આરોપી માંથી ધણા આરોપી નીર્દોશ છે.
આ ઉપરાંત બોપલ અને સેટેલાઈટ પોલીસસ્ટેસન માંથી સસ્પેન્ડ કરેલ પોલીસ ભાઈઓને યોગ્ય ન્યાય આપી તેમને ફરીથી તેમની નોકરી રાબેતા મુજબ ચાલુ કરાવી જોઈએ. અને આ ઉપરાંત એવા શબ્દોનો ઉલ્લેખ પણ કર્યો હતો કે તે રાજપુત સમાજના હોવાના કારણે સસ્પેન્ડ ન કરવા જોઈએ.
