Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ શું તમે પણ બાળકને ગેમ રમવા માટે મોબાઈલ આપો છો? બેંક ખાતું આ રીતે ખાલી થઈ શકે છે!

બાળકોને કોઈક રમતમાં સામેલ કરીને માતા-પિતા તેમનું મહત્વનું કામ કરવા લાગે છે. બાળકો પણ ગેમ રમીને એટલા સ્માર્ટ બની ગયા છે કે તેઓ તમારી મહેનતની કમાણી પળવારમાં ઉડાવતા વિચાર પણ નહી કરે.

October 30, 2021padma prajay
Tech & Auto
  • માતાને એ પણ ખબર ન હતી કે પુત્રીએ તેના ખાતામાંથી £600 ખાલી કર્યા છે.

ઓનલાઈન ગેમિંગના શોખીન બાળકોના હાથમાં મોબાઈલ આપીને તમે નિશ્ચિંત થઇ જાઓ છો તો સાવધાન આ સમાચાર ખાસ તમારા માટે જ છે. ખાસ કરીને જો બાળકો એકલા રહે છે તો તેઓ તમને મોટું નુકસાન કરી શકે છે. એવું નથી કે અમે ફક્ત તેમને થયેલા શારીરિક નુકસાન વિશે વાત કરી રહ્યા છીએ, આ નુકસાન તમારી મહેનતના પૈસાનું પણ હોઈ શકે છે. (બાળકે ગેમિંગ પર 60 હજારનો ખર્ચ કર્યો). ઓસ્ટ્રેલિયામાં એક માતા સાથે પણ આવું જ થયું. બાળકી ગેમ રમી રહી છે એમ વિચારીને માતા ફોન આપી રહી હતી, પરંતુ છોકરીએ જે કર્યું તે માતાની વિચારશક્તિની બહાર હતું. આ આખું વાક્ય ખૂબ જ રસપ્રદ પણ છે અને તમને ચેતવણી આપવા માટે પણ છે.

ઘણીવાર એવું બને છે કે બાળકોને કોઈક રમતમાં સામેલ કરીને માતા-પિતા તેમનું મહત્વનું કામ કરવા લાગે છે. બાળકો પણ ગેમ રમીને એટલા સ્માર્ટ બની ગયા છે કે તેઓ તમારી મહેનતની કમાણી પળવારમાં ઉડાવતા વિચાર પણ નહી કરે. ઓસ્ટ્રેલિયામાં એક માતાની 8 વર્ષની દીકરીને ગેમ રમવા માટે ફોન આપ્યો હતો. અને દીકરીએ કર્યું એવું કે એક જ ઝાટકે 61 હજાર રૂપિયા ગુમાવ્યા.

પોતાને આવેલા આટલા મોટા બિલથી માતા ચોંકી ગઈ હતી. અને સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી છે અને માતા-પિતાને આ મામલે સાવચેત રહેવાની સલાહ આપી છે. માતાએ જણાવ્યું છે કે તેણીને એ પણ ખબર ન હતી કે પુત્રીએ તેના ખાતામાંથી £600 ખાલી કર્યા છે. આ બધું ત્યારે થયું જ્યારે છોકરીના હાથે માતાનો ફોન આવ્યો.

61 હજારની કિંમતના રમકડા ખરીદીને દીકરી મજા માણી રહી હતી

પોતાની સ્ટોરી શેર કરતા મહિલાએ જણાવ્યું કે તેની 8 વર્ષની દીકરી હેરી પોટરની ખૂબ જ ફેન છે. એક દિવસ જ્યારે તેની માતાનો ફોન તેના હાથમાં આવ્યો ત્યારે તે સહજતાથી ગેમ રમી રહી હતી. પરંતુ ગેમ રમતી વખતે છોકરીએ હેરી પોટર (ઓનલાઈન ટોય્ઝ શોપિંગ) સાથે જોડાયેલા હજારો રૂપિયાના રમકડાં ખરીદ્યા. તેણે ખરીદેલા રમકડાંમાં એક વિશાળ કેમ્પિંગ ટેન્ટનો સમાવેશ થાય છે જેમાં ઓછામાં ઓછા 10 લોકો આરામથી બેસી શકે. ધ સનના રિપોર્ટ અનુસાર, મહિલાને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેને 61 હજારનું જંગી બિલ આવ્યું.

આવી રીતે માતાએ ચુકવ્યું બીલ

તેના નામનું કેમાર્ટનું વિશાળ બિલ જોઈને મહિલાના હોશ ઉડી ગયા હતા. તેણે આ બિલ 2 મહિનામાં ચૂકવવાનું હતું. છોકરીએ હેરી પોટર પુસ્તકો, કટલરી, કપ અને કેમ્પિંગ ટેન્ટ મંગાવીને આ બિલ બનાવ્યું. બીલ જોઇને માતાએ આ ઓર્ડર કેન્સલ કરાવ્યા હતા. અને મામલો થાળે પડ્યો ત્યારે તેના જીવમાં જીવ આવ્યો.આ પહેલા પણ એક માતાએ તેના પુત્રની આવી જ કરતૂતો શેર કરી હતી. અને જણાવ્યું હતું કે તે ફોનથી ઓનલાઈન ગેમ રમ્યો હતો.17 હજાર રૂપિયા ઉડી ગયા હતા. આવી સ્થિતિમાં, માતાપિતા માટે સારી સલાહ છે કે બાળકના હાથમાં મોબાઇલ આપતા પહેલા, તે શું કરી રહ્યું છે તે તપાસો.

Post navigation

થાનગઢ પંથકમાં પોતાના ટીસી મુકીને ગામડાની લાઇન માંથી વીજ ચોરીના કારસ્તાનનો કરાયો પર્દાફાશ
આપણો જ નહીં, બધાનો તહેવાર.. આનંદ માત્ર પોતાના સુધી સીમિત ન રાખતા અન્ય સાથે પણ વહેંચો

More Posts

Technology/ Xiaomiએ લોન્ચ કર્યો પહેલો ફોલ્ડેબલ ફોન ‘Mi MIX Fold’, આટલી ઇંચ સુધી વળી શકે છે ડિસ્પ્લે, જાણો કિંમત અને ફીચર

April 1, 2021April 1, 2021Bhumika patel

Not Set/ ફોનને ગરમ થતો બચાવવા અને વિસ્ફોટથી બચાવવા, ખાસ રાખો આટલી તકેદારી

October 7, 2018October 7, 2018grishma kagda

Tech News/ ભારતનો નવો કાયદો, એપલ પર 3 લાખ 20 હજાર કરોડ રૂપિયાના દંડની ધમકી, કેમ દંડ ફટકરાયો

November 27, 2025Pansara Shruti

Not Set/ વોટ્સએપે 22 લાખ અને ઇન્સ્ટાગ્રામે 32 લાખ એકાઉન્ટ સપ્ટેમ્બર મહિનામાં બંધ કર્યા

November 2, 2021Hemangi jani
Gemini

Tech News/ ગૂગલ I/O 2026 માં જેમિની 3.5 અને જેમિની ઓમ્ની લોન્ચ, AIથી વીડિયો બનાવવું અને એડિટ કરવું હવે વધુ સરળ

May 20, 2026May 20, 2026Panara Mansi
The Artemis 1 mission

NASA/ આર્ટેમિસ 1 મિશન કામ પૂર્ણ કરીને પરત આવી રહ્યું છે, આ દિવસે પૃથ્વી પર ઉતરશે

December 5, 2022Rahul Rathod
AI

World News/ ચીનનું Z-10 એટેક હેલિકોપ્ટર… અમેરિકન અપાચે કરતાં શ્રેષ્ઠ હોવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવિકતા શું છે?

December 21, 2025December 21, 2025Maya Sindhav

Not Set/ માતા-પિતાની સર્તકતાએ બલ્યુ વ્હેલગેમથી બચાવ્યો 14 વર્ષીય બાળકને

September 12, 2017Mantavya Team
WhatsApp

Tech News/ WhatsApp પર કોઈએ બ્લોક કર્યા છે કે નહીં? ઓનલાઈન સ્ટેટસ જોયા વિના આ ટ્રિકથી જાણો

June 24, 2026June 24, 2026Kavita Solanki

Not Set/ વિશ્વ ફોટોગ્રાફી દિવસ: અહીં જુઓ- વિશ્વના કેટલાક પીડાદાયક અને સુખદ ફોટોગ્રાફ

August 19, 2019padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy