Political/ અભિનેતા પરેશ રાવલે AAPના વડા અરવિંદ કેજરીવાલનો જૂનો વીડિયો ટ્વિટ કરીને કહ્યું ‘અરે બાપ રે!!!

ભાજપના નેતા અને બોલીવુડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલની પણ એન્ટ્રી થઇ છે. પરેશ રાવલે આમ આદમી પાર્ટીના સુપ્રીમોનો એક જૂનો વીડિયો ટ્વિટર પર રી પોસ્ટ કર્યો છે

Top Stories Gujarat
11 2 અભિનેતા પરેશ રાવલે AAPના વડા અરવિંદ કેજરીવાલનો જૂનો વીડિયો ટ્વિટ કરીને કહ્યું ‘અરે બાપ રે!!!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ એકબીજા પર પ્રહાર કરીને રાજનીતિ રમી રહી છે, રાજ્યમાં હાલ રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ પણ વધી ગયા છે, એવામાં નેતાઓ સોશિયલ મીડિયા પર રાજકીનય નેતાઓ પર પ્રહાર કરવાની એક પણ તક છોડતા નથી.ભાજપના નેતા અને બોલીવુડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલની પણ એન્ટ્રી થઇ છે. પરેશ રાવલે આમ આદમી પાર્ટીના સુપ્રીમોનો એક જૂનો વીડિયો ટ્વિટર પર રી પોસ્ટ કર્યો છે,જેનાથી રાજકારણ ગરમાયું છે. ટ્વિટમાં કેજરીવાલ કહે છે કે જેમાં કેજરીવાલ કહી રહ્યા છે કે, જો મારી વિરુદ્ધ વિરોધ કરશો તો હું કચડી નાખીશ, અને ગુજરાતવાળા તમે જે કરી શકો, જે બગાડી શકો મારું તે બગાડી લો. એક્ટર પરેશ રાવલે આ સાથે કેપ્શન પણ આપ્યું છે, ‘અરે બાપ રે!!!

ઉલ્લેખનીય છે કે પરેશ રાવલ ગુજરાતમાં અમદાવાદની પૂર્વ બેઠક પરથી જ ભાજપમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને તેઓ પૂર્વ સંસદસભ્ય પણ રહી ચૂક્યા છે. જોકે 2019ની ચૂંટણીમાં તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી, આથી ભાજપે હસમુખ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. આ અગાઉ પણ તેઓ ભાજપ માટે ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર કરી ચૂક્યા છે. ઉપરાંત તાજેતરમાં પણ તેમણે અરવિંદ કેજરીવાલના અન્ય કેટલાક વીડિયો ટ્વિટ કર્યા છે, જેમાં તેઓ વક્ફ બોર્ડ સાથે ચર્ચા કરી રહ્યા હતા. જેને જોતા ચૂંટણી નજીક આવતા જ પરેશ રાવલે આડકતરી રીતે અરવિંદ કેજરીવાલને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે.