Not Set/ મોદી સરકારની રાહત બની મજાક, આજે પણ પેટ્રોલમાં ઝીકવામાં આવ્યો ૬ પૈસાનો વધારો

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લોકોને રાહત અપાતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટાડો ફરીથી દેશની સામાન્ય જનતા માટે એક મજાક બની રહ્યો હોય તે જોવા મળી રહ્યું છે. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ઓઈલના ભાવમાં કરાયેલા ઘટાડાની જાહેરાત બાદ પણ ઓઈલ કંપનીનો દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાઈ રહેલો વધારો યથાવત રહ્યો છે. Petrol […]

Trending Business
Petrol diesel prices hiked 1 મોદી સરકારની રાહત બની મજાક, આજે પણ પેટ્રોલમાં ઝીકવામાં આવ્યો ૬ પૈસાનો વધારો

નવી દિલ્હી,

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લોકોને રાહત અપાતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટાડો ફરીથી દેશની સામાન્ય જનતા માટે એક મજાક બની રહ્યો હોય તે જોવા મળી રહ્યું છે.

નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ઓઈલના ભાવમાં કરાયેલા ઘટાડાની જાહેરાત બાદ પણ ઓઈલ કંપનીનો દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાઈ રહેલો વધારો યથાવત રહ્યો છે.

આ જ પ્રમાણે રવિવારે પણ રાજધાની દિલ્હીમાં પેટ્રોલમાં ભાવમાં ૦૬ પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે. આ સાથે જ એક લીટર પેટ્રોલ ૮૨.૭૨ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.

જયારે ડીઝલના ભાવમાં પણ ૧૯ પૈસાની વૃદ્ધિ જોવા મળી છે, આ સાથે જ એક લીટર ડીઝલ ૭૫.૩૮ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

મુંબઈમાં પણ પેટ્રોલમાં થયેલા ૦૬ પૈસાના વધારા સાથે ૮૮.૧૮ રૂપિયા, જયારે ડીઝલના ભાવમાં ૨૦ પૈસાના વધારા સાથે એક લીટર ડીઝલ ૭૯.૧૨ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.

મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં થઇ રહેલા વધારાને કારણે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થઇ રહ્યો છે.