મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી દ્વારા વિશ્વાસનો મત કર્ણાટક વિધાનસભામાં સંપદિત કરકવામાં આવશે તેવી જાહેરાત અને જાહેરાત સાથે કર્ણાટક વિધાનસભાનાં અધ્યક્ષ દ્વારા સ્વામીને આપવામાં આવેલ સમય બાદ કર્ણાટકનું પહેલેથી જ ગરમ જણાતું રાજકીય વાતાવરણ ઉફાંણે આવી ગયુ છે. ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ દ્વારા પોત પોતાનાં ધા તમામ ધારાસભ્યોની ઘેરાબંધી કરી દેવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે.
ભાજપે તો, શુક્રવારે તેના ધારાસભ્યોને શહેરનાં રિસોર્ટમાં બોલાવી લીધા હતા, તો કોંગ્રેસે તમામ ધારાસભ્યોને બેંગ્લોરમાં હોટેલ તાજમાં ભેગા કર્યા છે. જેડીએસ દ્વારા શહેરનાં બહારની કોઇ જગ્યાએ પોતાનાં ઘારાસભ્યોને એકત્ર કર્યા હોવાની વાત સામે આવી રહી છે. આપને જણાવી દઇએ કે 13 ઘારાસભ્યોનાં રાજીનામા અને અમુક ઘારાસભ્યોનાં રાજીનામાનાં સ્વીકાર અને અસ્વીકાર પછી સરકાર રહેશે કે કેમ તે કોકડું વધુને વધું ઘુંચવાઇ રહ્યું હોવાથી વિશ્વાનનાં મતની પ્રક્રિયા પૂર્વે ઘારાસભ્યાની ભરપૂર પ્રમાણમાં ખરિદ ફરોતી થવાનાં એંધાણ જોવામાં આવી રહ્યા છે. શાસક પક્ષ અને વિરોધ પક્ષે ધારાસભ્યોની ખરીદી અને વેચાણનાં એકબીજા પર આરોપ મૂક્યો છે.
ભાજપના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદુરપ્પાએ જણાવ્યું હતું કે, “અમારા ધારાસભ્યોને લાગે છે કે તેઓ એક સાથે હોવું જોઈએ અને સોમવારે એસેમ્બલી સાથે ભેગા થવું જોઈએ.” તો એક વરિષ્ઠ જેડીએસ નેતાએ કહ્યું કે અમે હોટલમાં 34 રૂમ બુક કર્યા છે. મુખ્ય પ્રધાન કુમારસ્વામી અને કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપરાંત પાર્ટીના 30 વિધાનસભ્યો અહીં રહશે.
કોંગ્રેસના ત્રણ બળવાખોર ધારાસભ્યો અને જેડીએસનાં શુક્તશ્વરા સ્પીકર કે આર રમેશ કુમાર સમક્ષ હાજર નહોતા. આ પછી ત્રણેયને સમન્સ આપવામાં આવ્યા છે. રાજીનામું મળ્યા પછી સ્પીકરે વ્યક્તિગત સુનાવણી માટે બોલાવ્યો હતો. તેમાં જેડીએસના નારાયણ ગૌડા અને કોંગ્રેસના આનંદ સિંહ અને પ્રતાપ ગૌડા પાટિલ આવ્યા હતા. ગૌડા અને પાટિલ હાલ મુંબઈમાં છે, જ્યારે આનંદ સિંહ ગોવા ગયા છે. આ ઉપરાંત, સ્પીકરને વ્યક્તિગત જુબાની માટે જુલાઈ 15 ના રોજ જે.પી.એસ. કે ગોપાલૈયા અને કૉંગ્રેસના રામલિંગા રેડ્ડીને સમય આપ્યો છે.
વિશ્વાસનો મત જીતવાનો યુતિ સરકારને વિશ્વાસ
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારામયાએ વિધાનસભામાં વિશ્વાસના મતમાં વિશ્વાસ મેળવી લેવામા આવશે તેવી આશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે બહુમતી પરીક્ષણ હાથ ધરવાનો નિર્ણય સંયુક્ત ભાગીદારો દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો હતો. અમે આ પ્રસ્તાવને કોઇ પણ સમસ્યાવિના જ જીતી લેશું.
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ દ્વારા ભાજપ પર કરવામાં આવ્યા આવા ગંભીર આક્ષેપો
રાહુલ ગાંધીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યુ છે કે ભાજપ પાસે ખુબ જ પ્રમાણમાં પૈસા છે અને પૈસાનાં જોર પર તે કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં અસ્તિરતા ફેલાવવાનો પ્રયાસ કરતા રહે છે. આ ભાજપની વિચારધારા છે. પહેલા ઉત્તરપૂર્વમાં, પછી ગોવા અને હવે કર્ણાટકમાં આવી સ્થિતિ ઊભી કરી ભાજપ ધારાસભ્યોની ખરીદ ફરોતી કરી સત્તા પર આવી જવાની નેમ ધરાવે છે. પ્રથમ છે કે પોતાને રાજીનામું આપવું કે રાજીનામું સ્વૈચ્છિક રીતે આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.