શિક્ષક ભરતી કૌભાંડ/ EDનો વધુ એક મોટો ખુલાસો,મંત્રી પાર્થ ચેટરજીની સાથી અર્પિતા મુખર્જી 12 નકલી કંપનીઓ ચલાવતી હતી

પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરાયેલા પાર્થ ચેટરજીની નજીકની સાથી અર્પિતા મુખર્જી અંગે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ વધુ એક મોટો ખુલાસો કર્યો છે

Top Stories India
1 238 EDનો વધુ એક મોટો ખુલાસો,મંત્રી પાર્થ ચેટરજીની સાથી અર્પિતા મુખર્જી 12 નકલી કંપનીઓ ચલાવતી હતી

પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરાયેલા પાર્થ ચેટરજીની નજીકની સાથી અર્પિતા મુખર્જી અંગે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ વધુ એક મોટો ખુલાસો કર્યો છે. અર્પિતા પર 12 નકલી કંપનીઓ ચલાવવાનો આરોપ છે. EDનું કહેવું છે કે આ નકલી કંપનીઓ દ્વારા નાણાંની હેરાફેરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અર્પિતાની શનિવારે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમના ઘરેથી 21 કરોડ રોકડા મળી આવ્યા હતા. જોકામાં અર્પિતાના ફ્લેટની સર્ચ દરમિયાન EDને ઘણા દસ્તાવેજો મળ્યા છે. આ દસ્તાવેજોથી નકલી કંપનીઓ ચાલતી હોવાનો ખુલાસો થયો છે. ED અધિકારીઓને આશંકા છે કે ઓડિશા અને તમિલનાડુના અલગ-અલગ પ્રોડક્શન હાઉસમાં કામ કરતા જાણીતા લોકો પણ તેમાં સામેલ હોઈ શકે છે.

ED અધિકારીઓએ જણાવ્યું કે શિક્ષક ભરતી કૌભાંડની પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી છે કે પાર્થ ચેટર્જીની નજીકની સહયોગી અર્પિતા મુખર્જી 12 નકલી કંપનીઓ ચલાવતી હતી. જોકામાં અર્પિતા મુખર્જીના ઘર પર દરોડા દરમિયાન 23 જુલાઈ, શનિવારે સાંજે આ કંપનીઓ સાથે સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા. ED અધિકારીઓને આશંકા છે કે ઓડિશા અને તમિલનાડુના અલગ-અલગ પ્રોડક્શન હાઉસમાં કામ કરતા જાણીતા લોકો પણ તેમાં સામેલ હોઈ શકે છે.

ED અધિકારીઓએ જણાવ્યું છે કે અમને ઘરમાંથી જે દસ્તાવેજો મળ્યા છે તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે આ નકલી કંપનીઓ દ્વારા પૈસાની હેરફેર કરતી હતી. અમારી પાસે આવી 12 કંપનીઓના દસ્તાવેજો છે. EDના અધિકારીઓએ કહ્યું કે, અમને ઓડિશા અને તમિલનાડુના કેટલાક લોકોની સંડોવણી પણ મળી છે. આ લોકો દ્વારા નાણાંની આપ-લે કરવામાં આવી છે. અમે આ લોકો પર નજર રાખી રહ્યા છીએ. આને પણ ટૂંક સમયમાં સ્કેનર હેઠળ લાવવામાં આવશે.