Not Set/ પુલવામા હુમલાનો સૌથી વધુ ફાયદો કોને મળ્યો : રાહુલ ગાંધી

ગયા વર્ષે આજના જ (14 ફેબ્રુઆરી) દિવસે પુલવામામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. દેશ આજે આ શહીદોને યાદ કરી રહ્યો છે. પરંતુ આ પ્રસંગે પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવતા આકરા પ્રહારો કર્યા છે. સીઆરપીએફના 40 જવાનોની શહાદતને યાદ કરતાં રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યું, આ હુમલાનો સૌથી વધુ ફાયદો […]

Top Stories India
Untitled 146 પુલવામા હુમલાનો સૌથી વધુ ફાયદો કોને મળ્યો : રાહુલ ગાંધી

ગયા વર્ષે આજના જ (14 ફેબ્રુઆરી) દિવસે પુલવામામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. દેશ આજે આ શહીદોને યાદ કરી રહ્યો છે. પરંતુ આ પ્રસંગે પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવતા આકરા પ્રહારો કર્યા છે. સીઆરપીએફના 40 જવાનોની શહાદતને યાદ કરતાં રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યું, આ હુમલાનો સૌથી વધુ ફાયદો કોને થયો?

પુલવામા હુમલાને લઈને રાહુલ ગાંધી ગત લોકસભાની ચૂંટણી દરમિયાન પણ પ્રહારો કર્યા હતા.હવે, આ હુમલાની વર્ષગાંઠ પર પણ રાહુલ ગાંધીએ ફરીથી તેમના સવાલો ઉઠવ્ય છે. ટ્વિટર પર રાહુલે આજે ત્રણ સવાલો પૂછ્યા. પહેલા પ્રશ્નમાં રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યું કે આ હુમલાનો સૌથી મોટો ફાયદો કોને થયો. અહીં રાહુલ સીધા મોદી સરકારને કઠેરામાં ઉભા કરતા જોવા મળ્યા. બીજા પ્રશ્નમાં રાહુલે પુલવામા હુમલાની તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે પૂછ્યું કે આ હુમલાથી સંબંધિત પૂછપરછનું શું થયું.

Rahul Tweet

તેમણે ત્રીજા સવાલમાં સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યો. ટ્વીટમાં રાહુલે ત્રીજા પ્રશ્નમાં પૂછ્યું હતું કે ભાજપ સરકારમાં કોણ છે જેમને હજી સુધી જવાબદાર ઠેરવવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.