Not Set/ 12 રાજ્યોના રાજ્યપાલોને બદલવાની કવાયત શરુ

નવી દિલ્હી, રાજસ્થાન અને બંગાળ સહિત 12 રાજ્યોના રાજ્યપાલને બદલી નાંખવા માટેની કવાયત શરૂ કરવામાં આવી ચુકી છે. પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક રાજ્યોના રાજ્યપાલની વય 75 વર્ષથી ઉપરની થઇ ગઇ છે. જેથી તેમની જગ્યાએ નવા ગવર્નરોની નિમણૂંક કરવામાં આવનાર છે. છત્તિસગઢને પણ નવા ગવર્નર મળી શકે છે. હાલનાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ સહિતા કેટલાક […]

India
aav 8 12 રાજ્યોના રાજ્યપાલોને બદલવાની કવાયત શરુ

નવી દિલ્હી,

રાજસ્થાન અને બંગાળ સહિત 12 રાજ્યોના રાજ્યપાલને બદલી નાંખવા માટેની કવાયત શરૂ કરવામાં આવી ચુકી છે. પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક રાજ્યોના રાજ્યપાલની વય 75 વર્ષથી ઉપરની થઇ ગઇ છે. જેથી તેમની જગ્યાએ નવા ગવર્નરોની નિમણૂંક કરવામાં આવનાર છે. છત્તિસગઢને પણ નવા ગવર્નર મળી શકે છે. હાલનાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ સહિતા કેટલાક રાજ્યપાલની પાસે એક કરતા વધારે ભાર રહેલા છે.

મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ છત્તિસગઢનો પણ વધારાનો હવાલો ધરાવે છે. આવી જ રીતે આસામના રાજ્યપાલ જગદીશ મુખી પણ મિઝોરમનો વધારાનો હવાલો ધરાવે છે. આંધ્રપ્રદેશના રાજ્યપાલ નરપસિંહાની પાસે તેલંગણાનો વધારાનો હવાલો રહેલો છે.

આ તમામ બાબતોની વચ્ચે હવે આગામી દિવસોમાં નવી નિમણૂંક કરવામા આવનાર છે. કેટલાક રાજ્યોના રાજ્યપાલની અવદિ હવે પૂર્ણ થવા જઇ રહી છે. જે પૈકી રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહની અવધિ ત્રીજી સપ્ટેમ્બર 2019ના દિવસે પૂર્ણ થઇ રહી છે. આવી જ રીતે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીની અવદિ 23મી જુલાઇ 2019ના દિવસે પૂર્ણ થઇ ચુકી છે.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઇકની અવધિ 21મી જુલાઇના દિવસે પૂર્ણ કરી લેવામાં આવી છે. 87 વર્ષીય કલ્યાણ સિંહની વયને ધ્યાનમાં લઇને સરકાર હવે તેમને વધારે તક આપવા માટે ઇચ્છુક નથી. આવી સ્થિતીમાં પ્રદેશમાં નવા રાજ્યપાલની નિમણૂંક કરવામાં આવનાર છે.

રાજ્યપાલ માટેની શોધ તેજ કરી દેવામાં આવી છે. આવી જ રીતે કર્ણાટક સહિત ૧૨ રાજ્યોને આગામી બે મહિનામાં નવા રાજ્યપાલ મળનાર છે. ભાજપ પ્રમુખ અને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા માટે  કેટલાક રાજ્યોના બંગાળ…

ગવર્નર હાલમાં પહોંચી ચુક્યા છે. સુત્રોના કહેવા મુજબ શાહ સાફ શબ્દોમાં કહી ચુક્યા છે કે નવા ચહેરાને હવે તક આપવામાં આવનાર છે. બંગાળમાં હાલમાં જારદાર હિંસા જારી છે. આવી સ્થિતીમાં બંગાળના રાજ્યપાલ તરીકે કોઇ પૂર્વ અધિકારીને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

આવી જ રીતે છત્તિસગઢ અને મહારાષ્ટ્રમાં નક્સલી હિંસાને ધ્યાનમાં લઇને કોઇ પૂર્વ વહીવટી અધિકારીને જવાબદારી સોંપવામાં આવી શકે છે. રાજસ્થાનમાં તો કોઇ મોટા ભાજપ નેતાને જવાબદારી સોંપવામાં આવી શકે છે. 75 વર્ષથી નીચેની વયની વ્યÂક્તને રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે.રાજ્યોના રાજ્યપાલને લઇને પણ હવે ચર્ચા જારી રહી છે.

રાજસ્થાન અને બંગાળ સહિત 12 રાજ્યોના રાજ્યપાલને બદલી નાંખવા માટેની કવાયત શરૂ કરવામાં આવી ચુકી છે.ક્યાં રાજ્યમાં કોની અવદિ ક્યારે પૂર્ણ થઇ રહી છે તે નીચે મુજબ છે

રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહની અવધિ ત્રીજી સપ્ટેમ્બર ૨૦૧૯ના દિવસે પૂર્ણ.

બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીની અવધિ ૨૩મી જુલાઇ ૨૦૧૯ના દિવસે પૂર્ણ થઇ ગઇ.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામનાઇકની અવધિ ૨૧મી જુલાઇ ૨૦૧૯ના દિવસે પૂર્ણ.

ગોવાના રાજ્યપાલ મૃદુલાની આવધિ 30મી ઓગષ્ટ 2019ના દિવસે પૂર્ણ થશે.

ગુજરાતના રાજ્યપાલ કોહલીની અવધિ 15મી જુલાઇ 2019ના દિવસે પૂર્ણ થઇ.

કેરળના રાજ્યપાલ સથાશિવમની અવધિ ચોથી સપ્ટેમ્બર 2019ના દિવસે પૂર્ણ થઇ.

મહારાષ્ટ્રના રાજ્યપાલ રાવની અવધિ 30મી ઓગષ્ટના દિવસે પૂર્ણ કરાશે.

નાગાલેન્ડના રાજ્યપાલ આચાર્યની અવધિ 18મી જુલાઇના દિવસે પૂર્ણ કરાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.